AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: શિયાળામાં નહાવા માટે કયું પાણી છે વધુ સારું, ઠંડુ કે ગરમ ?

શિયાળામાં અતિશય ગરમ પાણી ત્વચાને ડ્રાય કરી શકે છે, જ્યારે એકદમ ઠંડુ પાણી શ્વાસની તકલીફ વધારી શકે છે. જાણો સ્નાયુઓના દુખાવા, રોગપ્રતિકારક શક્તિ અને રક્તસંચારને ધ્યાનમાં રાખીને શિયાળામાં કેવા પાણીથી નહાવું જોઈએ.

Health Tips: શિયાળામાં નહાવા માટે કયું પાણી છે વધુ સારું, ઠંડુ કે ગરમ ?
Image Credit source: AI Generate
| Updated on: Nov 08, 2026 | 7:40 PM
Share

હેલ્ધી રહેવા માટે પોતાની પર્સનલ હાઇજીનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વાત જ્યારે પણ પર્સનલ હાઇજીનની આવે છે, ત્યારે સ્નાન કરવું તેમાં હંમેશા પહેલા નંબરે આવે છે. આ આપણી દૈનિક દિનચર્યાનો એક મહત્વનો ભાગ છે. તેથી નહાતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

ખાસ કરીને નહાવાના પાણીનું ધ્યાન રાખવું વધુ જરૂરી માનવામાં આવે છે. તમારા નહાવાના પાણીનું તાપમાન તમારા સમગ્ર સ્વાસ્થ્યમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ખાસ કરીને શિયાળામાં, મોટાભાગના લોકો ગરમ પાણીથી નહાવાનું પસંદ કરે છે, કારણ કે ધ્રૂજવી દેતી ઠંડીમાં ગરમ પાણી રાહત આપે છે. ગરમ પાણીથી નહાવાના ઘણા બધા ફાયદા હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ઠંડુ પાણી ફાયદાકારક નથી. આવા સમયે પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે ઠંડા અને ગરમ પાણીમાંથી કયું વધારે સારું છે. આવો જાણીએ આ સવાલનો જવાબ-

શિયાળામાં ગરમ પાણીથી નહાવાના ફાયદા

ગરમ પાણીની હૂંફ સ્નાયુઓને આરામ આપી શકે છે. આ તણાવ દૂર કરવાનો પણ એક માર્ગ બની શકે છે. સાથે જ તે રક્તવાહિનીઓને વિસ્તૃત કરે છે, જેનાથી બ્લડ ફ્લો સારો થાય છે અને ઠંડીની ઋતુમાં થતી જકડન કે દુખાવામાંથી પણ રાહત મળે છે.

ગરમ પાણીમાંથી નીકળતી વરાળ તમારા નાકના માર્ગને સાફ કરે છે, જેનાથી બંધ નાકની સમસ્યામાં રાહત મળે છે. ખાસ કરીને શરદી-ઉધરસ દરમિયાન આ વિશેષ રૂપે ફાયદાકારક સાબિત થાય છે. આ જ કારણ છે કે શિયાળામાં થતા શારીરિક દુખાવા કે થાક માટે ગરમ પાણી બિલકુલ યોગ્ય છે.

શિયાળામાં ગરમ પાણીથી નહાવાના ગેરફાયદા

ગરમ પાણી માત્ર ફાયદો જ નથી પહોંચાડતું, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. લાંબા સમય સુધી ગરમ પાણીના સંપર્કમાં રહેવાથી તમારી ત્વચામાં રહેલું નેચરલ ઓઇલ (કુદરતી તેલ) દૂર થઈ શકે છે. આનાથી શિયાળામાં ત્વચામાં શુષ્કતા (રૂખાપણું) વધી શકે છે અને બળતરા-ખંજવાળની સમસ્યા વધી શકે છે. આવામાં વધારે ગરમ પાણીથી નહાવાથી એક્ઝિમા કે સોરાયસિસ જેવી ચામડીની બીમારીઓ વધુ વકરી શકે છે, કારણ કે ત્વચા પોતાનું જરૂરી કુદરતી તેલ ગુમાવી બેસે છે.

ગરમ પાણીની જેમ જ શિયાળામાં ઠંડા પાણીથી નહાવું પણ ઘણા કારણોસર ફાયદાકારક માનવામાં આવે છે. ઠંડા પાણીથી નહાવાના કેટલાક ફાયદા નીચે મુજબ હોઈ શકે છે.

શિયાળામાં ઠંડા પાણીથી નહાવાના ફાયદા

માનવામાં આવે છે કે દરરોજ ઠંડા પાણીથી નહાવાથી ઇમ્યુનિટી વધે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ઠંડુ પાણી વ્હાઇટ બ્લડ સેલ્સ (શ્વેતકણો) ના ઉત્પાદનને ઝડપથી વધારે છે અને બ્લડ સર્ક્યુલેશનને પણ બહેતર બનાવે છે. ઠંડા પાણીથી નહાવાથી તમારા શરીરને ઊર્જા મળે છે.

આ આળસ ઘટાડવાની સાથે સાથે ફોકસ સુધારે છે, જે શિયાળાની ઋતુમાં તમારા માટે અત્યંત જરૂરી છે. આ સિવાય ઠંડુ પાણી શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે, જેથી દુખાવામાં ઘટાડો થાય છે.

શિયાળામાં ઠંડા પાણીથી નહાવાના ગેરફાયદા

જોકે, સિક્કાની બે બાજુની જેમ જ ઠંડા પાણીના ફાયદાની સાથે સાથે નુકસાન પણ છે. ઠંડા પાણીના અચાનક સંપર્કમાં આવવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અથવા અસ્થમા કે બ્રોન્કાઇટિસ જેવી શ્વસનતંત્રની સમસ્યાઓ વધી શકે છે.

આ સિવાય નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા, ખરાબ બ્લડ સર્ક્યુલેશન અથવા હૃદય રોગના દર્દીઓએ ખાસ કરીને શિયાળામાં ઠંડા પાણીથી નહાવાનું ટાળવું જોઈએ. ઠંડા પાણીથી નહાવાથી કેટલાક લોકોને લાંબા સમય સુધી ઠંડી ભરાઈ રહેવાની પણ શક્યતા રહે છે.

તો કયું પાણી છે વધારે સારું?

આવામાં સવાલ એ થાય છે કે શિયાળામાં નહાવા માટે કેવું પાણી વધારે યોગ્ય છે. આનો સીધો અને સરળ જવાબ એ છે કે સંતુલિત પાણીથી નહાવું જ સૌથી ઉત્તમ છે. યોગ્ય તાપમાનવાળું નવશેકું એટલે કે હૂંફાળું (લૂકવૉર્મ) પાણી શિયાળા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

દિવાળીના અવસરે પરિવાર સાથે OTT પર જુઓ આ 5 ફિલ્મો અને સિરીઝ

Follow Us
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
g clip-path="url(#clip0_868_265)">