Ahmedabad Breaking news : માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ, રસ્તા પરથી પસાર થતા લોકોના જીવ થયા અદ્ધર ! જુઓ Video
અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમગામમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો શોખ એક યુવક માટે જોખમી સાબિત થઈ શકે તેવો કિસ્સો સામે આવ્યો છે. વિરમગામના માંડલ રોડ પર એક યુવક ચાલુ બાઇક પર ફટાકડા ફોડીને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક જાહેર રસ્તા પર બાઇક ચલાવી રહ્યો છે અને બાઇક ચલાવતી વખતે જ ફટાકડા ફોડી રહ્યો છે. માત્ર સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવેલા આ જોખમી કૃત્યથી રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા.
શું પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે?
જાહેર રસ્તા પર આ પ્રકારના સ્ટંટ કરવાથી ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. જો આ દરમિયાન કોઈ નિર્દોષ વ્યક્તિને ઈજા થાય અથવા કોઈનો જીવ જોખમાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ઊભો થયો છે.
હાલમાં આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે વાયરલ વીડિયોના આધારે પોલીસ યુવકની ઓળખ કરીને તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરે છે કે નહીં?
આ પણ વાંચો, Surat Breaking News : દિવાળીની પૂર્વ રાત્રે સુરતમાં આગનું તાંડવ, એક જ રાતમાં આગની 25 ઘટનાઓથી મચી દોડધામ ! જુઓ Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ