Mumbai : તાડદેવ વિસ્તારમાં 20 માળની બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, સાત લોકોના થયા મોત

મળતી માહિતી મુજબ મુંબઈ શહેરના ગોવાલિયા ટાંકી વિસ્તારમાં નાના ચોક પર આવેલી કમલા બિલ્ડીંગના (Kamala Building) અઢારમા માળે સવારે 7:30 વાગ્યે આ આગ લાગી હતી.

Mumbai : તાડદેવ વિસ્તારમાં 20 માળની બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, સાત લોકોના થયા મોત
Fire in Kamala building (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 11:40 AM

Mumbai : શનિવારે વહેલી સવારે મુંબઈમાં ભાટિયા હોસ્પિટલ નજીક  20 માળની એક બહુમાળી ઈમારતમાં આગ (Fire) લાગી હતી. આ ભીષણ આગમાં સાત લોકોના મોત થયા છે,જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે.ઈજાગ્રસ્ત લોકોને હાલ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ શહેરના ગોવાલિયા ટાંકી વિસ્તારમાં નાના ચોક પર આવેલી કમલા બિલ્ડીંગના (Kamala Building) અઢારમા માળે સવારે 7:30 વાગ્યે આ આગ લાગી હતી.

ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અહેવાલો અનુસાર ઘાયલ થયેલા લોકોને હાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હાલ 13 ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. આ ભીષણ આગને કાબુમાં કરવા હાલ મથામણ કરવામાં આવી રહી છે.

આગનો સિલસિલો યથાવત

આ પહેલા 10 જાન્યુઆરીના રોજ મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં મુસાફરોથી ભરેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને ટોઈંગ કરતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં એરપોર્ટના રનવે પર આગ લાગતા લોકોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.  જો કે, ફાયર બ્રિગેડ દ્વારા સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.

જ્યારે એજ દિવસે મુંબઈના ભાયખલા વિસ્તારમાં આગની ઘટના બની હતી. ભાયખલા વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં સવારે ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આગનાકારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈયાર રાખવામાં આવી હતી.ત્યારે વારંવાર શહેરમાં આગ લાગવાની ઘટનાને લઈને હાલ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : CISFનો સપાટો : મુંબઈ એરપોર્ટ પરથી CISFએ વિદેશી ચલણની વસુલાત મામલે બે લોકોની કરી ધરપકડ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">