Pakistan: કોણ છે પાકિસ્તાનના નવા કાર્યકારી વડાપ્રધાન અનવર-ઉલ-હક ? બલૂચિસ્તાન સાથે છે ખાસ જોડાણ
પાકિસ્તાનના નવા કાર્યકારી વડાપ્રધાનની ચૂંટણી માટે શહેબાઝ શરીફ અને વિપક્ષના નેતા રાજા રિયાઝે બે રાઉન્ડની ચર્ચા કરી હતી. ત્યારબાદ અનવરના નામ પર મહોર લગાવવામાં આવી હતી. અનવર-ઉલ-હક બલૂચિસ્તાન આવામી પાર્ટી (BAP) ના સંસદ સભ્ય છે.
પાકિસ્તાનના (Pakistan) નવા કાર્યકારી વડાપ્રધાનની પસંદગી કરવામાં આવી છે. સાંસદ અનવર-ઉલ-હક કાકર (Anwar ul Haq Kakar) નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. આ વર્ષના અંત સુધીમાં દેશમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યાં સુધી દેશની કમાન નવા પીએમ અનવર-ઉલ-હક સંભાળશે. અનવર એવા સમયે પાકિસ્તાનના પીએમ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે દેવાનો સહારો લેવામાં આવી રહ્યો છે.
અનવર-ઉલ-હક બલૂચિસ્તાન આવામી પાર્ટીના સંસદ સભ્ય
પાકિસ્તાનના નવા કાર્યકારી વડાપ્રધાનની ચૂંટણી માટે શહેબાઝ શરીફ અને વિપક્ષના નેતા રાજા રિયાઝે બે રાઉન્ડની ચર્ચા કરી હતી. ત્યારબાદ અનવરના નામ પર મહોર લગાવવામાં આવી હતી. અનવર-ઉલ-હક બલૂચિસ્તાન આવામી પાર્ટી (BAP) ના સંસદ સભ્ય છે. તેઓ આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી સુધી દેશની કમાન સંભાળશે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પણ અનવરના નામને મંજૂરી આપી દીધી છે.
કોણ છે અનવર-ઉલ-હક?
અનવર-ઉલ-હક 2018માં બલૂચિસ્તાનમાંથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ઈમરાન ખાન, શાહબાઝ શરીફ, શાહ મહેમૂદ કુરેશીની જેમ અનવર પાકિસ્તાનના લોકોમાં એટલા લોકપ્રિય નેતા નથી, પરંતુ તે પાકિસ્તાનના સૌથી મહત્વપૂર્ણ પ્રાંત બલૂચિસ્તાનથી આવે છે. તેઓ બલૂચિસ્તાનના રાજકારણમાં ખૂબ જ સક્રિય છે.
BAP અને પાકિસ્તાન આર્મી વચ્ચે ગાઢ સંબંધો
અનવરે 2018માં જ બલૂચિસ્તાન આવામી પાર્ટી (BAP)ની શરૂઆત કરી હતી. BAP અને પાકિસ્તાન આર્મી વચ્ચે ગાઢ સંબંધો છે. માનવામાં આવી રહ્યું છે કે, તેના કારણે અનવરને કાર્યકારી પીએમ બનાવવામાં આવ્યા છે. અનવર પાકિસ્તાનની ઘણી કમિટીઓમાં પણ રહી ચૂક્યો છે. તેમાં નાણાં અને આવક, વિદેશી બાબતો અને વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત સમિતિઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Pakistan Breaking News: પાકિસ્તાનને મળ્યા નવા વડાપ્રધાન, શેહબાઝ શરીફની જગ્યાએ હવે અનવર સંભાળશે કમાન
પાકિસ્તાનના નવા વડાપ્રધાને 2018માં બનેલી બલૂચિસ્તાન અવામી પાર્ટી માટે સંસદીય નેતાની ભૂમિકા પણ ભજવી છે. તેમણે પાંચ વર્ષ સુધી પાર્ટીનું નેતૃત્વ કર્યું. પાંચ મહિના પહેલા, BAPએ નવું નેતૃત્વ પસંદ કરવાનું નક્કી કર્યું હતું. અનવર મનોવિજ્ઞાન અને રાજકીય વિજ્ઞાનમાં પણ ડિગ્રી ધરાવે છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ યુનિવર્સિટીમાં બલૂચિસ્તાન પર લેક્ચર આપતા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો