આજ થી 15 દિવસ સુધી રાજ્યમાં ટ્રાફિક પોલીસની ઝુંબેશ શરુ થઈ છે.રાજ્યના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી છે. તેમજ કામગીરીનો દૈનિક રિપોર્ટ વડી કચેરીને મોકલવા આદેશ આપવામાં આવ્યો છે.વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાં આજથી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની વિશેષ ઝુંબેશ છે. રાજ્યના પોલીસ કમિશનર અને જિલ્લાના પોલીસ વડાને સુચના આપવામાં આવી છે. કામગીરીનો દૈનિક રિપોર્ટ વડી કચેરીએ મોકલવાનો આદેશ આપ્યો છે. વધતા જતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રંક અન્ડ ડ્રાઈવ, રોન્ગ સાઈડ, બ્લેક કાચ આ પ્રકારના ગુના સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર પાર્કિંગ અને ગેરકાયદેસર એલઈડી લાઈટ તેમજ નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મોડીફાઇડ લાઈટના કારણે અકસ્માત થવાની ભીતિ સર્જાય છે.પ્રકાશના કારણે સામે વાહન ચાલકની આંખો અંજાઈ જાય છે,જેના પરિણામે ગંભીર અકસ્માત જેવી ઘટના બને છે.