શું તમને ખબર છે બેકિંગ સોડા અને પાવડર વચ્ચેનો તફાવત?
દરરોજ, આપણે આપણા રસોડામાં વિવિધ પ્રકારના મસાલા અને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ. બેકિંગ સોડા અને બેકિંગ પાવડર દેખાવમાં સમાન હોય છે પણ અલગ હોય છે.
ખોરાકમાં ઉપયોગ
રસોડામાં બેકિંગ પાવડર અને સોડા બંનેનો ઉપયોગ વાનગીને ફુલાવવા માટે થાય છે પરંતુ લોકો ઘણીવાર તેમના ઉપયોગો વિશે મૂંઝવણમાં મુકાય છે. તો ચાલો તફાવતો શોધીએ.
બેકિંગ પાવડર
બેકિંગ સોડા, જે વૈજ્ઞાનિક ભાષામાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, તેને બેકિંગ સોડા અથવા સ્વીટ સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે.
બેકિંગ સોડા
બેકિંગ સોડાથી વિપરીત, બેકિંગ પાવડર પણ વાનગી ફુલાવવા યુઝ થાય છે, પરંતુ તે બેકિંગ સોડા અને કોર્ન સ્ટાર્ચનું મિશ્રણ છે, તેથી તે બેકિંગ સોડા કરતાં ઓછું સ્ટ્રોંગ છે.
બેકિંગ પાવડર
બેકિંગ સોડા અને બેકિંગ પાવડર લગભગ સરખા દેખાય છે, પરંતુ સ્પર્શ કરવામાં આવે ત્યારે તેમની રચના અલગ અલગ હોય છે. પાવડર મુલાયમ હોય છે, જ્યારે સોડા થોડો સ્ફટિકીય અને દાણાદાર હોય છે.
તફાવત
બેકિંગ સોડાનો ઉપયોગ ઘણીવાર ક્રિસ્પી કૂકીઝ અને ખમણ ઢોકળામાં તેમજ લીંબુ અથવા દહીંનો ઉપયોગ કરતી વાનગીઓમાં થાય છે. કારણ કે આ ઘટકો બેકિંગ સોડાને એક્ટિવ કરે છે.
ઉપયોગો
બેકિંગ પાવડરનો ઉપયોગ ભટુરે, કેક, પેસ્ટ્રી, ક્વિક બ્રેડ અને મફિન્સ જેવી વસ્તુઓ બનાવવા માટે થાય છે. વધુ પડતો બેકિંગ સોડા ખાટો સ્વાદ લાવી શકે છે, પરંતુ પાવડરના કિસ્સામાં આવું નથી.