AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારની નવી પહેલ: હવે ડ્રાઈવર નહીં પણ ‘પાર્ટનર’ બનો, રોકાણ પર મળશે ટેક્સી કંપનીની માલિકી અને નફો

કેન્દ્રીય મંત્રી અમિત શાહે 'ભારત ટેક્સી' કો-ઓપરેટિવ મોડલ લોન્ચ કર્યું છે. આ યોજના હેઠળ ટેક્સી ડ્રાઈવરો (સારથી) માત્ર ₹500 ભરીને કંપનીના સહ-માલિક બની શકશે અને આગામી 3 વર્ષ બાદ કંપનીના કુલ નફામાં 80% હિસ્સો મેળવી શકશે.

સરકારની નવી પહેલ: હવે ડ્રાઈવર નહીં પણ 'પાર્ટનર' બનો, રોકાણ પર મળશે ટેક્સી કંપનીની માલિકી અને નફો
| Updated on: Feb 26, 2026 | 7:34 PM
Share

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તાજેતરમાં ‘ભારત ટેક્સી’ કો-ઓપરેટિવ મોડલ રજૂ કર્યું છે. આ મોડલનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રાઈવરોને માત્ર મજૂર મટાડીને ઉદ્યોગસાહસિક (Entrepreneur) બનાવવાનો છે. આ સ્કીમ હેઠળ ડ્રાઈવર અને મહિલા ડ્રાઈવરો (સારથી દીદી) કંપનીના નફામાં ભાગીદાર બની શકશે.

માત્ર ₹500માં માલિકી હક

અમિત શાહે જણાવ્યું કે દેશની પાંચ મોટી સહકારી સંસ્થાઓને સાથે લાવીને ‘ભારત ટેક્સી’ બનાવવામાં આવી છે. કોઈપણ ડ્રાઈવર જે આ પ્લેટફોર્મ સાથે જોડાવા માંગે છે, તે માત્ર ₹500ના શેર ખરીદીને કંપનીનો માલિક બની શકે છે. એટલું જ નહીં, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ ડ્રાઈવરો માટે બેઠકો અનામત રાખવામાં આવશે, જેથી તેઓ પોતે જ પોતાના હિતોનું રક્ષણ કરી શકે.

નફાની વહેંચણીનું ગણિત (Profit Sharing)

ભારત ટેક્સીમાં કમાણીની વહેંચણી માટે ખાસ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે:

  • પ્રથમ 3 વર્ષ: આ સમયગાળો કંપનીના વિસ્તરણ માટે રાખવામાં આવ્યો છે.
  • 3 વર્ષ બાદ: જે કંઈ પણ નફો થશે, તેમાંથી 80% હિસ્સો સીધો સારથી (ડ્રાઈવરો)ના ખાતામાં જશે, જ્યારે 20% હિસ્સો કંપનીના સંચાલન માટે રાખવામાં આવશે.
  • આ નાણાં ડ્રાઈવરે કેટલા કિલોમીટર મુસાફરી કરાવી છે તેના આધારે વહેંચવામાં આવશે.

‘સારથી દીદી’ અને સુરક્ષા

આ યોજનામાં મહિલા ડ્રાઈવરો માટે ‘સારથી દીદી’ કોન્સેપ્ટ રજૂ કરાયો છે. એપમાં એવી સુવિધા હશે કે જો કોઈ એકલી મહિલા મુસાફરી કરી રહી હોય, તો તે પ્રાથમિકતાના ધોરણે ‘સારથી દીદી’ની ટેક્સી બુક કરી શકશે. આનાથી મહિલા ડ્રાઈવરો આત્મનિર્ભર બનશે અને મુસાફરોની સુરક્ષા પણ વધશે.

ભારત ટેક્સીની ખાસિયતો

  • કોઈ કમિશન નહીં: આ ભારતનું પ્રથમ ડ્રાઈવર-માલિકીનું પ્લેટફોર્મ છે, જ્યાં કોઈ વચેટિયા કે કમિશન નથી.
  • પારદર્શક ભાડું: ભાડું લોકલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવશે. તેમાં કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ કે સર્જ પ્રાઈસિંગ (વધારે ભાડું) લેવામાં આવશે નહીં.
  • સરકારી માન્યતા: આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત છે, જે સરકાર દ્વારા માન્ય છે.

આગામી 3 વર્ષમાં ભારતની દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી ભારત ટેક્સીની સેવાઓ પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

કેરળ હવે થયું ‘કેરલમ’: રાજ્યનું નામ બદલવા પાછળ કેટલો ખર્ચ થાય?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">