AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેરળ સ્ટોરી 2 આવતીકાલે રિલીઝ નહીં થાય, નિર્માતાઓને મોટો ઝટકો, ફિલ્મને હોલ્ડ પર રાખવામાં આવી

કેરળ હાઈકોર્ટે ગુરુવારના રોજ ધ કેરળ સ્ટોરી 2 ગોઝ બિયોન્ડ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવી છે. જસ્ટિસ કુરિયન થોમસની સિંગલ બેન્ચે ફિલ્મના સેન્સર સર્ટિફિકેટને રદ કરવા અને તેની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે વચગાળાનો સ્ટે આપ્યો હતો.

Breaking News : કેરળ સ્ટોરી 2 આવતીકાલે રિલીઝ નહીં થાય, નિર્માતાઓને મોટો ઝટકો, ફિલ્મને હોલ્ડ પર રાખવામાં આવી
| Updated on: Feb 26, 2026 | 4:15 PM
Share

કેરળ હાઈકોર્ટે વિવાદિત ફિલ્મ ધ કેરળ સ્ટોરી 2 ગોઝ બિયોન્ડના મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે ફિલ્મ પર હાલ વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને અરજદારની અરજી પર વિચાર કરવા અને આગામી બે અઠવાડિયામાં આ મામલે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં તેનું સેન્સર સર્ટિફિકેટ રદ કરવા અને તેની રિલીઝ અટકાવવાની માંગ કરવામાં આવી હતી.

અરજીકર્તાઓએ કહ્યું હતુ કે, આ ફિલ્મ કેરળ રાજ્યની ભૂલની તસ્વીરો રજુ કરી રહી છે. આ ફિલ્મના રિલીઝ થવાથી સાંપ્રદાયિક માહોલ બગડી શકે છે. જસ્ટિસ કુરિયન થોમસની સિંગલ બેન્ચે આ મામલે સુનાવણી કરતા કહ્યું કે, પહેલી નજરમાં એવું લાગે છે કે,સીબીએફસીએ ફિલ્મનું સર્ટિફિકેટ આપતી વખતે સમજદારીથી કામ કર્યું નથી.

CBFCએ બે અઠવાડિયામાં આ બાબત પર વિચાર કરવો પડશે

કોર્ટે CBFCને અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજી પર બે અઠવાડિયામાં વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. જ્યાં સુધી CBFC નવો આદેશ જાહેર ન કરે ત્યાં સુધી કોર્ટે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે જણાવ્યું હતું કે, તે સામાન્ય રીતે ફિલ્મની રિલીઝમાં દખલ કરવાથી દૂર રહે છે, પરંતુ જ્યારે કોઈ ફિલ્મની સામગ્રીમાં કથિત રીતે સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાની સંભાવના હોય છે, ત્યારે તેને હસ્તક્ષેપ કરવાની ફરજ પડે છે.

25 ફેબ્રુઆરીના રોજ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે, જ્યાં સુધી તમામ પાર્ટીઓને સાંભળી લેવામાં ન આવે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ કરાશે નહી. કોર્ટનું કહેવું છે કે, હજુ સુનાવણી પેન્ડિંગ છે. ત્યારે ફિલ્મ જો રિલીઝ થાય છે તો અરજી નકામી જશે.

અરજદારોની ચિંતાઓ વાજબી :HC

સુનાવણી દરમિયાન, કોર્ટે સ્વીકાર્યું હતું કે, ફિલ્મ અંગે અરજદારોની ચિંતાઓ કાયદેસર અને વાજબી લાગી હતી. ફિલ્મને સત્ય ઘટનાઓથી પ્રેરિત તરીકે રજૂ કરવામાં આવી રહી છે અને ફિલ્મની વાર્તાનો કેરળ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં, ટાઈટલમાં રાજ્યનું નામ પણ દર્શાવવામાં આવ્યું છે.

ધ કેરળ સ્ટોરી 2 2023માં આવેલી ધ કેરળ સ્ટોરીની સીકવલ છે. પહેલી ફિલ્મને લઈને પણ ખુબ વિવાદ થયો હતો. ફિલ્મે શાનદાર કમાણી કરી હતી. ફિલ્મને વિપુલ અમૃતલાલ શાહે પ્રોડ્યુસ કરી છે. ધ કરેળ સ્ટોરી 2નું નિર્દેશન કામાખ્યા નારાયણ સિંહે કર્યું છે. ફિલ્મ 27 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હાલમાં આ ફિલ્મ રિલીઝ થશે નહી.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">