
બાંગ્લાદેશમાં પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. ગુરુવાર રાતથી રાજધાની ઢાકામાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ગ્રેટર બાંગ્લાદેશનું સ્વપ્ન જોનારા કટ્ટરપંથી ઇસ્લામિક નેતા શરીફ ઉસ્માની હાદીના મોત બાદ લોકો આક્રોષિત છે. વિરોધ કરનારાઓમાં નવા રચાયેલા વિદ્યાર્થી પક્ષ ઇન્કિલાબી મોરચા, નેશનલ સિટીઝન્સ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામીના સભ્યોનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા, હાદીએ ગ્રેટર બાંગ્લાદેશનો નવો નકશો બનાવ્યો હતો, જેમાં ભારતના ઉત્તરપૂર્વ, બંગાળ અને બિહાર પર કબજો કરવાની હાકલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ, શાહબાગ વિસ્તારમાં હાદીને બે માણસોએ ગોળી મારી હતી. જેમા વધુ સારવાર અર્થે સિંગાપોર ખસેડાયો હતો અને 17 તારીખે સિંગાપોરમાં તેનું મૃત્યુ થયું હતું. હાદીની હત્યામાં ભારતીય એજન્સીઓની સંડોવણી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કોણ હતો ઉસ્માન હાદી? શરીફ ઉસ્માન હાદી બાંગ્લાદેશના એક મુખ્ય રાજકીય કાર્યકર્તા અને વિદ્યાર્થી નેતા હતો. તે ઈન્કલાબ મંચ (Inquilab Mancha)ના સંસ્થાપકોના સદસ્યોમાંથી એક અને સંયોજક હતો. વર્ષ 2024માં જુલાઈ-ઓગસ્ટમાં વિદ્રોહ (જેને જુલાઈ ક્રાંતિ પણ કહેવામાં આવે છે) માં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ એજ...
Published On - 8:00 pm, Fri, 19 December 25