વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલાકાંડમાં એસઓજીએ 1800 પાનાની ચાર્જશીટ દાખલ કરી

|

Nov 23, 2021 | 10:25 PM

વડોદરા એસઓજીની ચાર્જશીટમાં ઉત્તરપ્રદેશ એ.ટી.એસ. ની તપાસ દરમ્યાન ગેરકાયદેસર ધર્માંતરણની  પ્રવુતિ  માટે વડોદરા ના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદિન શેખ ફંડીંગ કરતો હોવાનુ જણાઇ આવેલ છે

વડોદરામાં ધર્માંતરણ અને આફમી હવાલાકાંડમાં એસઓજીએ કોર્ટમાં 1800 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં સલાઉદ્દીન શેખ, ઉંમર ગૌતમ, મોહંમદ હુસૈન મન્સૂરી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમજ NRI અબ્દુલ્લા ફેફડાંવાલા અને મુસ્તુફા સૈફ થાનાવાલાને આરોપી તરીકે દર્શાવામાં આવ્યા છે.

આ ચાર્જશીટમાં ઉત્તરપ્રદેશ એ.ટી.એસ. ની તપાસ દરમ્યાન ગેરકાયદેસર ધર્માંતરણ ની  પ્રવુતિ  માટે વડોદરા ના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદિન શેખ ફંડીંગ કરતો હોવાનુ જણાઇ આવેલ છે. તેમજ ત્યારબાદ વડોદરા શહેર એસ.ઓ.જી. પોલીસ ને મળેલ ગુપ્ત ઇનપુટ આધારે તપાસ કરી જરૂરી પુરાવા મેળવી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જેમાં ૨૦૧૭ થી અત્યાર સુધીમાં વડોદરા શહેરના પાણીગેટમાં આવેલ મુસ્લીમ મેડીકલ સેન્ટર ખાતે ” આફમી ચેરીટેબલ ટ્રસ્ટ” ખાતે મેનેજીંગ ટ્રસ્ટી આરોપી સલ્લાઉદ્દીન જૈનુદ્દીન શેખ અને અન્ય આરોપીઓએ કાવતરું રચ્યું હોવાનો ચાર્જશીટ માં આરોપ લગાવવામાં આવ્યો છે.

તેમજ કાવતરૂ પાર પાડવાના આયોજન મુજબ સને ૨૦૧૪ થી આજદીન સુધીમાં રૂ.૧૯,૦૩,૬૦,૪૪૯/- (19 કરોડ) આફમી ચેરીટેબલ ટ્રસ્ટનાં FCRA એકાઉન્ટ માં તેમજ યુ.એ.ઈ. ખાતે રહેતા વોન્ટેડ આરોપી મુસ્તફા સૈફ ઉર્ફે મુસ્તફા થાનાવાલાએ કમીશન એજન્ટ ઝોહર ઉર્ફે કાઇડ ઝોહર મોહમંહુશેન ધોળકાવાલા રહે. દુબઈ મારફતે રોકડ નાણા હવાલા મારફતે દુબઇથી મુંબઇ ખાતે ઈમરાન ઉર્ફે રાહુલ ધોળકાવાળા રહે. મુંબઈને મોકલ્યા હોવાનો આરોપ છે.

આ રૂપિયા ઈમરાન ઉર્ફે રાહુલે આંગડીયા પેઢીઓ મારફતે વડોદરા ખાતે આફમી ચેરીટેબલ ટ્રસ્ટના એકાઉન્ટન્ટ ફરીદ સૈયદને મોકલી આપવામાં આવતા હતા. આ રૂપિયા આરોપી સલાઉદ્દિન શેખના કહેવાથી એકાઉન્ટન્ટ ફરીદ સૈયદે મુંબઈથી વડોદરા ખાતે તેમજ ધુલીયા, અમરાવતી, જલગાવ,

ભુજ ખાતે અલગ અલગ લોકોને આંગડીયા પેઢીઓ મારફતે આવેલ હવાલાના રૂ.૬૦,૦૦,૦૦,૦૦૦/- (60 કરોડ)તેમજ આફમી ચેરીટેબલ ટ્રસ્ટનાં FCRA બેંક એકાઉન્ટનાં આવેલ રૂપિયા મળી કુલ રૂ.૭૯,૦૩,૬૦,૪૪૯/- (79 કરોડ)મેળવેલ છે.

*અત્યાર સુધી પકડાયેલ આરોપીઓ.અને તેઓ પર આરોપ*

1)મોહમદહુસેન ગુલામરસુલ મન્સૂરી
સલાઉદ્દીન શેખે હવાલાથી મેળવેલ ફંડીંગ તેમજ ગેરકાયદેસર ધર્માંતરણ તથા દિલ્હી ખાતે મોકલેલ ગેરકાયદેસર ફડીંગની વિગતના દસ્તાવેજી પુરાવાઓ વાળી એક પેનડ્રાઇવનો ઇરાદાપૂર્વક નાશ કરેલ છે

(૨) આરોપી સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ

આફમી ચેરીટેબલ ટ્રસ્ટની આડમાં વિદેશ થી FCRA તથા હવાલા થકી મોટા પ્રમાણમા રુપીયા મેળવી ધર્માંતરણ તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ માટે ફંડિંગ

(૩) મોહંમદ ઉમર ધનરાજસિંઘ ગૌતમ
આશરે ૧૦૦ થી ૨૦૦ હીન્દુ છોકરીઓને ધર્માતરણ કરાવી લગ્ન કરાવેલ છે તેમજ આશરે ૧૦૦૦ જેટલા અલગ અલગ ધર્મના વ્યક્તિઓનુ ધર્માંતરણ કરાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે જે પૈકી નવ થી દસ જેટલા મુકબધીર વ્યક્તિઓ

*વોન્ટેડ આરોપીઓ*

(૪) અબ્દુલ્લા આદમ ફેફડાવાલા હાલ રહે. ફોરેસ્ટ ગેટ, ૧૦,દરબાન રોડ, લંડન, યુ.કે. તથા મુળ રહે નબીપુર ગામ તા.જી. ભરૂચ

(૫) મુસ્તુફાસૈફ સૈફુદ્દીન અકબરઅલી થાનાવાલા મુળ રહે. ૨૪, અલ બુર્હોન બિલ્ડીંગ, ૨૫, સૈફી કોલોની, અંધેરી, મુંબઇ હાલ રહે. દુબઇ

Next Video