
વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 5થી વધુ ઇજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા છે. આજે વહેલી સવારે 7.30 વાગ્યે બ્રિજ તૂટવાની દુર્ઘટના ઘટી છે. તેમજ કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બ્રિજ તૂટ્યાની ઘટનમાં મૃત્યુ પામેલા લોકોના નામ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં 2 વર્ષના બાળકનું પણ મોત નિપજ્યું છે. નીચે મૃતકોની યાદી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં વૈદિકા પઢિયાર જેની ઉંમર 4 વર્ષ છે તેનું પણ મોત નિપજ્યું છે. આ ઉપરાંત નૈતિક પઢિયાર,રમેશ પઢિયાર, કાનજી માછી, વખતસિંહ જાદવ અને હસમુખ પરમાર સહિતના લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 3 લોકોની ઓળખ થવાની બાકી છે.
બ્રિજ દુર્ઘટનના મૃતકોના નામ આવ્યા સામે #MahisagarRiver #MahisagarRiverBridgeCollapse #MahisagarBridgeCollapse #BrideCollapse #GujaratBridgeCollapse #Gujarat #TV9Gujarati pic.twitter.com/DMqsP5T9Uj
— Tv9 Gujarati (@tv9gujarati) July 9, 2025
વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાના મહીસાગર નદી પરનો બ્રિજ આજે સવારે 7.30 વાગ્યે ધરાશાયી થયો છે. ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 9 લોકોના મોત થયા છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો હતો આ બ્રિજ. બ્રિજ તૂટતા આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો છે. પુલ ધરાશાયી થતા સૌથી મોટી સમસ્યા રોજગારીની સામે આવી છે. આણંદના આંકલાવના વિવિધ ગામમાંથી યુવાનો રોજગારી અર્થે પાદરા આવતા હોય છે. ત્યારે હવે આ લોકો 40 થી 50 કિ.મીનો વધારે ફેરો ફરવા મજબૂર બન્યા છે.
Published On - 12:55 pm, Wed, 9 July 25