Ahmedabad: સામી દિવાળીએ વતન જવા માટે એસટી સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

|

Oct 21, 2022 | 10:54 AM

અમદાવાદમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. પોતાના વતન જવા માટે મુસાફરોના ધસારાને જોતા એસટી બસ સ્ટેન્ડ પર ભારે અવ્યવસથા સર્જાય છે. તથા ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઇ ગયુ છે.

Ahmedabad: સામી દિવાળીએ વતન જવા માટે એસટી સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો
કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ

Follow us on

દિવાળીને  (Diwali 2022) હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે અમદાવાદમાં દિવાળીનો માહોલ બરાબર જામ્યો છે. અમદાવાદની બજારોમાં ભારે ભીડ જામી છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં રોજગારી અર્થે બીજા રાજ્યોના લોકો વસવાટ કરે છે. ત્યારે હિન્દુ સમાજના સૌથી મોટા તહેવાર એવો દિવાળી પોતાના પરિવાર સાથે મનાવવા લોકો મોટી સંખ્યામાં પોતાના વતન જઇ રહ્યા છે. ત્યારે રેલ્વે સ્ટેશન  (Railway station) અને અમદાવાદના વિવિધ એસટી સ્ટેશન (ST STATION ) પર ભારે  બીડ જોવા મળી રહી છે.

મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ જવા નીકળતા અમદાવાદમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે. પોતાના વતન જવા માટે મુસાફરોના ધસારાને જોતા એસટી બસ સ્ટેન્ડ પર ભારે અવ્યવસથા સર્જાય છે. તથા ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઇ ગયુ છે. એસટી વિભાગ વધારાની બસો દોડાવી અને રેલવે વિભાગ વધારાની ટ્રેનો અને ટ્રેનમાં વધારાનો કોચ ઉમેરી મુસાફરોને રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે  ગુજરાત એસટી નિગમ (GSRTC) દ્વારા વધારાનની 2300 બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ તરફથી દરેક તહેવારમાં પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની  બસો દોડાવવામાં આવશે.

ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાનું સંચાલન કરવા માટે સજ્જ થઈ ગયા છે. એસટી નિગમ પ્રવાસીઓ માટે વધારાની 2300 બસો દોડાવાશે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવશે. જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહે. આ તરફ સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે. સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈ સુરત વિભાગમાંથી વધારાની 1550 બસો દોડાવશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશ. આ માટે તમામ અધિકારી હેડકવટર્સમાં રહી સંચાલનમાં મદદ કરશે. તો બીજી તરફ ટ્રેનમાં  પણ  મુસાફરોનો ધસારો રહેતો હોવાથી  રેલ્વે વિભાગ દ્વારા પણ ફેસ્ટિવલ સ્પેસિયલ ટ્રેનો  દોડાવવામાં આવશે . ફેસ્ટિવલ સ્પેસિયલ ટ્રેન માટેના  રિઝર્વેઝશન અને બુકિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

Next Article