Surat : ક્રાઈમ બ્રાંચના કર્મીના નામે ખોટી ઓળખ આપી નાણાં ઉઘરાવતા યુવકને પોલીસે ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મચારીની ખોટી ઓળખ આપી તેમજ પોલીસ વિભાગ દ્વારા ચા ની કેબીન આપવામાં આવશે તેવી વાત કરી 3500 રૂપિયાની માંગણી કરતા એક વ્યક્તિને સચિન પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી પાસેથી પોલીસે એક બાઈક, મોબાઈલ અને રોકડા રૂપિયા 86590 મળી કુલ 1.23 લાખની મત્તા કબજે કરી હતી.

Surat : ક્રાઈમ બ્રાંચના કર્મીના નામે ખોટી ઓળખ આપી નાણાં ઉઘરાવતા યુવકને પોલીસે ઝડપ્યો
Surat Crime Bramch Arrest Cheating Accused
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 28, 2022 | 7:23 PM

સુરત ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મચારીની ખોટી ઓળખ આપી તેમજ પોલીસ વિભાગ દ્વારા ચા ની કેબીન આપવામાં આવશે તેવી વાત કરી 3500 રૂપિયાની માંગણી કરતા એક વ્યક્તિને સચિન પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી પાસેથી પોલીસે એક બાઈક, મોબાઈલ અને રોકડા રૂપિયા 86590 મળી કુલ 1.23 લાખની મત્તા કબજે કરી હતી. આ ઘટનાની વિગત મુજબ સુરતના સચિન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઇસમ સચિન હાજીવાળા પાસે ચા ની દુકાન પર બાઈક પર બેઠો છે અને પોતાનું નામ અંકિત ભાઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ વાળા હોવાનું જણાવે છે અને પોલીસ વિભાગ દ્વારા ચા ની કેબીન આપવામાં આવશે તેવી વાત કહી 3500 રૂપિયા માંગ્યા છે. માહિતીના આધારે સચિન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવકની પૂછપરછ કરી હતી

પોલીસ વિભાગના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપનારની ધરપકડ કરી

સચિન પોલીસે તેની પાસે આઈકાર્ડ માંગતા તેણે આઈકાર્ડ બનાવવાનું બાકી છે તેમ કહ્યું હતું જેથી પોલીસને શંકા જતા તેની કડક પૂછપરછ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં તેણે પોતાનું નામ મોહમંદ ઇલ્યાસ બાંગી જણાવ્યું હતું અને તે પોલીસમાં નોકરી કરતો ના હોવાનું કબુલ્યું હતું. અને પોતાને પોલીસમાં નોકરી કરવાનો શોખ હોય તે પોલીસ જેવું ખાખી પેન્ટ, બેલ્ટ તેમજ બાઈકમાં ડંડો લગાવી ફરતો હતો. આ ઉપરાંત પોલીસ જેવા વાળ પર કટ કરાવ્યા હતા.પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 86590, એક બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ 1.23 લાખની મત્તા કબજે કરી હતી. આમ સચિન પોલીસે પોતે પોલીસ વિભાગના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપનારની ધરપકડ કરી છે અને આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. આરોપીએ આવી રીતે કોઈ પાસેથી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે મામલે પણ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરી છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">