ભાગેડુ નિરવ મોદીની પત્નિ અમિ મોદી સામે ઈન્ટરપોલે જાહેર કરી રેડકોર્નર નોટીસ

|

Aug 25, 2020 | 12:12 PM

પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડની છેતરપિંડીના કેસના ભાગેડુ નીરવ મોદી (Nirav Modi)ની પત્ની અમી મોદી (Ami Modi)સામે ઇન્ટરપોલે (Interpol) મનિ લોન્ડ્રિંગ કેસમાં (Money-Laundering Cases) રેડ કોર્નર નોટીસ (Red corner notice) જાહેર કરી છે. ઇન્ટરપોલે આ નોટિસ ઈડીના (ED) ટુંકા નામે ઓળખાતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (Enforcement Directorate)ની પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડની છેતરપિંડીના મામલે ઉડાણપૂર્વકની […]

ભાગેડુ નિરવ મોદીની પત્નિ અમિ મોદી સામે ઈન્ટરપોલે જાહેર કરી રેડકોર્નર નોટીસ

Follow us on

પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડની છેતરપિંડીના કેસના ભાગેડુ નીરવ મોદી (Nirav Modi)ની પત્ની અમી મોદી (Ami Modi)સામે ઇન્ટરપોલે (Interpol) મનિ લોન્ડ્રિંગ કેસમાં (Money-Laundering Cases) રેડ કોર્નર નોટીસ (Red corner notice) જાહેર કરી છે. ઇન્ટરપોલે આ નોટિસ ઈડીના (ED) ટુંકા નામે ઓળખાતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (Enforcement Directorate)ની પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડની છેતરપિંડીના મામલે ઉડાણપૂર્વકની તપાસ બાદ જાહેર કરી છે. નીરવ મોદીની પત્ની અમી મોદી અમેરિકાની નાગરિક છે. આ નોટિસ બાદ અમી મોદીના પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ થશે.

મીડિયા રીપોર્ટ અનુસાર ઈડી (ED)ના એક અધિકારીના કહ્યા મુજબ, ઇન્ટરપોલે અમી મોદીની સામે ઈડીની મની લોન્ડ્રિંગ કેસની તપાસના આધાર પર રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરી છે. ઇન્ટરપોલની નોટિસ આંતરરાષ્ટ્રીય અરેસ્ટ વોરન્ટની જેવી હોય છે. નીરવ મોદીની સામે પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડની છેતરપિંડી મામલે લંડન (London)માં પ્રત્યર્પણનો કેસ ચાલી રહ્યો છે. ભારતની ઘણી એજન્સીઓએ નીરવ મોદીની સામે ઘણા કેસ નોંધ્યા છે

Next Article