Vadodara : કોમર્શિયલ ગરબાના આયોજકો માટે ખાસ ગાઇડલાઇન જાહેર, ધાર્મિક લાગણી દુભાશે તો થશે કાર્યવાહી, જુઓ Video

|

Oct 10, 2023 | 9:21 AM

નવરાત્રી (Navratri) દરમિયાન જો તમે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કે કોમેન્ટ કરી તો તમારી ખેર નથી. વડોદરામાં નવરાત્રિની ઉજવણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તહેવારો દરમિયાન સોશિયલ મીડિયા થકી વૈમનસ્ય ફેલાવતા તત્વોને ચેતવણી આપી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સાયબર ક્રાઇમની ટીમો સોશિયલ મીડિયા પર બાજ નજર રાખશે.

Vadodara : નવરાત્રી (Navratri) દરમિયાન જો તમે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કે કોમેન્ટ કરી તો તમારી ખેર નથી. વડોદરામાં નવરાત્રિની ઉજવણીને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તહેવારો દરમિયાન સોશિયલ મીડિયા થકી વૈમનસ્ય ફેલાવતા તત્વોને ચેતવણી આપી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સાયબર ક્રાઇમની ટીમો સોશિયલ મીડિયા પર બાજ નજર રાખશે.

આ પણ વાંચો-Botad News: બોટાદના ખેડૂતોનું કલેક્ટરને આવેદનપત્ર, સર્વે કરી સહાય નહી આપવામાં આવે તો આંદોલનની ચીમકી, જુઓ Video

ધાર્મિક લાગણી દુભાય તો થશે કાર્યવાહી

અનુપમસિંહ ગેહલોતે ચેતવણી આપી છે કે તહેવારો દરમિયાન સોશિયલ મીડિયા થકી કોઇની ધાર્મિક લાગણી દુભાય અથવા તો એ પ્રકારની કોઇ પણ પોસ્ટ મુકશે તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઇ વ્યક્તિ વાંધાજનક પોસ્ટ મુકશે તો તેની સામે ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. કોઇ જાતિ, ધર્મ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ મુકનાર, તેને ફોરવર્ડ કરનાર કે તેના પર કોમેન્ટ કરનાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરાશે.

ગરબાના આયોજકો માટે ખાસ ગાઇડલાઇન જાહેર

બીજી તરફ વડોદરા પોલીસે કોમર્શિયલ ગરબાના આયોજકો માટે ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે. ખાસ કરીને તાજેતરમાં ખેલૈયાઓને જે રીત હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ખેલૈયાઓને સ્વાસ્થ્ય સંબંધી કોઇ તકલીફ ન થાય તેને લઇને તકેદારી રાખવા ગરબાના આયોજકોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. ગરબા આયોજકોએ તબીબો સહિતની મેડિકલ ટીમ હાજર રાખવાની રહેશે. પોલીસ અને રોટરી ક્લબના સહયોગથી ગરબા આયોજકોના સ્વયંસેવકોને CPRની તાલીમ પણ આપવામાં આવશે.

ટ્રાફિક ઇમરજન્સી કોરિડોર ઉભા કરવા પડશે

વડોદરામાં 27 કોમર્શિયલ ગરબાઓ માટે મંજૂરી માગવામાં આવી છે. જ્યારે કે નોન કમર્શિયલ ગરબાઓ અને શેરી ગરબા માટે 728 આયોજકોએ મંજૂરી માગી છે. ગાઇડલાઇન મુજબ આયોજકોએ તમામ ગરબા સ્થળો પર ફાયર સેફટીના સાધનો રાખવા પડશે. સાથે જ ટ્રાફિક ઇમરજન્સી કોરિડોર ઉભા કરવા પડશે. સાથે જ ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ માટે સ્વયંસેવકો ઉપરાંત ખાનગી સિક્યુરિટીની ટીમ પણ તહેનાત રાખવી પડશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે

નવરાત્રી દરમિયાન પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જે અંતર્ગત 7 DCP, 15 ACP, 50 PI, 80 PSI સહિત કુલ 4 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. આ ઉપરાંત કુલ 5 SRP કંપની પણ તહેનાત કરાશે. મહિલા પોલીસની સાથે શી ટીમ પણ ટ્રેડિશનલ ખેલૈયાઓના રૂપમાં સુરક્ષા વ્યવસ્થામાં રહેશે. આ ઉપરાંત 100 જેટલી પોલીસ મોબાઇલ વાન વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી રહેશે. ટ્રાફિક વ્યવસ્થા માટે પણ 400 પોલીસ અને 800 TRB જવાન ખડેપગે રહેશે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video