Pregnancy Planning : દરેકે જાણવું જરૂરી, આ દિવસોમાં શારીરિક સંબંધ રાખવાથી પ્રેગ્નેન્સી રહી શકે છે
ગર્ભાવસ્થા માટે શ્રેષ્ઠ સમય અને દિવસો વિશે માહિતી આપે છે. નિયમિત 30-દિવસના ચક્રવાળી મહિલાઓ માટે 16મો દિવસ અને તેની આસપાસના દિવસો ફર્ટાઇલ વિન્ડો ગણાય છે.

ઘણા બધા લોકોના પ્રશ્ન છે કે પિરિયડની ડેટ અનુસાર પ્રેગ્નેન્સી કન્સીવ કરવા માટે કયો ટાઈમ બેસ્ટ રહેશે કે કયા દિવસો દરમિયાન શારીરિક સંબંધ રાખી શકાય?

સપોઝ કે જે લોકોની પિરિયડની સાયકલ 30 દિવસની છે, તો પાછળના દિવસોમાંથી માઇનસ 14 કરી અને જે દિવસ આવશે મતલબ કે 16મો દિવસ.

એના આગળના ચાર કે પાંચ દિવસ અને પાછળના બે કે ત્રણ દિવસ જે ફીમેલની ફર્ટાઇલ વિન્ડો કહેવાશે.

આ દિવસોમાં રોજ સંબંધ રાખાય તો રોજ અથવા એકાદ દિવસ સંબંધ રાખવા. આ દિવસોમાં સંબંધ રાખવાથી પ્રેગ્નેન્સી કન્સીવ કરવાના ચાન્સીસ વધારે હોય છે.

જે લોકોને અનિયમિત પિરિયડની સાયકલ છે કે 35 દિવસની કે 40 દિવસની પિરિયડ સાયકલ છે કે 21 કે 22 દિવસની પિરિયડની સાયકલ છે.

તો એ લોકોએ માસિકના સાતમા દિવસથી 20મા દિવસ વચ્ચે એકાદ દિવસ સંબંધ રાખવો હોય તો એકાદ અને રોજ સંબંધ રાખવો હોય તો રોજ સંબંધ રાખી શકાય છે.

આ દિવસોમાં પ્રેગ્નેન્સી કન્સીવ થવાના ચાન્સીસ વધારે છે. તમે ઓવ્યુલેશન કીટનો યુઝ કરીને પણ તમારા ઓવ્યુલેશન ડેઝને ટ્રેક કરી શકો છો.
ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે. આજે દેશનો કોઈ ખુણો કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ જોવા ના મળતું હોય. મહિલાઓને લગતા દરેક સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
