ગુજરાતથી કુંભ માટે જનારી પ્રથમ બસનું CMએ કરાવ્યુ પ્રસ્થાન, ગાંધીનગર સર્કિટ હાઉસથી થઈ શરૂઆત, જુઓ Video

ગુજરાતથી કુંભ માટે જનારી પ્રથમ બસનું CMએ કરાવ્યુ પ્રસ્થાન, ગાંધીનગર સર્કિટ હાઉસથી થઈ શરૂઆત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2025 | 12:52 PM

ગુજરાત સરકારે પ્રયાગરાજ કુંભમેળા માટે ગુજરાતથી ST વોલ્વો બસ સેવા શરૂ કરી છે. માત્ર ₹8100માં ત્રણ રાત, ચાર દિવસનું પેકેજ મળશે. બુકિંગ ઝડપથી પૂર્ણ થતાં વધુ બસો ચલાવવાનો વિચાર છે. આ બસ સેવા રાણીપથી રોજ સવારે 7 વાગ્યે ઉપડશે. યાત્રીઓ માટે સરળ અને સસ્તામાં કુંભમેળામાં જવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભમાં જવા ST વોલ્વો બસનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસથી આ બસને પ્રસ્થાન કરાવ્યું છે. મંગળવારથી રોજ સવારે 7:00 કલાકે રાણીપથી આ બસ ઉપડશે. યાત્રીઓ માટે ₹8100માં ત્રણ રાત, ચાર દિવસનું પેકેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે મહાકુંભમાં જનાર STની વોલ્વો બસો અત્યારથી જ હાઉસફૂલ છે. યાત્રીઓનો ધસારો જતો બસો વધારવાનો નિર્ણય લેવાઈ શકે છે.

માત્ર 8100 રૂપિયાના ખર્ચે પ્રયાગરાજ પહોંચશે યાત્રાળુ

144 વર્ષે વિશેષ સંયોગ સાથે પ્રયાગરાજમાં કુંભમેળો યોજાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના ભાવિકો તેનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિશેષ ભેટ આપવામાં આવી છે. વિશેષ ટ્રેન અને પ્લેનની સુવિધા બાદ હવે બસના માધ્યમથી પણ ગુજરાતના યાત્રીઓ મહાકુંભમાં ડુબકી લગાવવા જઈ શકશે. એક તરફ પ્લેનના ભાડા વધુ છે ત્યારે ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત ટુરિઝમ અને GSRTC દ્વારા AC વોલ્વો બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રી માત્ર 8100 રૂપિયાના ખર્ચે પ્રયાગરાજ પહોંચીને પરત આવી શકશે.

“ચલો કુંભ ચલે”ના સ્લોગન સાથે આ વિશેષ બસ દોડાવાઈ રહી છે. જેનો આજથી શુભારંભ થઈ ચુક્યો છે. ચાર દિવસ અને ત્રણ રાતના આ પ્રવાસમાં એક માત્ર ભોજનનો ખર્ચ યાત્રીઓએ જાતે ઉઠાવવાનો રહેશે. બાકી રહેવાની તમામ વ્યવસ્થા પણ આ પેકેજમાં સામેલ છે. આવતીકાલથી રોજ સવારે સાત કલાકે આ બસ રાણીપ બસ સ્ટેન્ડથી ઉપડશે.

30 દિવસનું બુકિંગ ફૂલ થયુ

ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ માટે બસનું પ્રસ્થાન શરૂ થયું તે પહેલાં જ તેનું 30 દિવસનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. ત્યારે યાત્રીઓ માટે વધુ વ્યવસ્થા કેવી રીતે કરવી અને બીજા કયા-કયા શહેરોમાંથી આ પ્રકારે વોલ્વો બસો દોડાવવી તે માટે સત્વરે નિર્ણય લેવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">