JPC on Waqf Bill : વકફ સુધારા બિલને મળી JPC ની મંજૂરી, 14 બદલાવ કરાયા, વિપક્ષના સૂચનો ફગાવી દેવાયા, જાણો વિગત

વકફ સુધારા બિલ 8 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષના વિરોધ બાદ, કેન્દ્ર સરકારે ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળ JPC ની રચના કરી હતી.

JPC on Waqf Bill : વકફ સુધારા બિલને મળી JPC ની મંજૂરી, 14 બદલાવ કરાયા, વિપક્ષના સૂચનો ફગાવી દેવાયા, જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 27, 2025 | 6:22 PM

સોમવારે સંસદની સંયુક્ત સમિતિ (JPC) દ્વારા વકફ બિલમાં ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે આ અંતિમ બેઠકમાં તમામ 44 સુધારાઓની ચર્ચા કરવામાં આવી હતી. આમાંથી, NDA સાંસદોના 14 સૂચનોને મંજૂરી આપવામાં આવી છે. વિપક્ષી સભ્યોએ પણ કેટલાક પ્રસ્તાવો રજૂ કર્યા હતા, પરંતુ મતદાન દરમિયાન તેમને નકારી કાઢવામાં આવ્યા હતા.

વકફ (સુધારા) બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ બજેટ સત્ર દરમિયાન પોતાનો અહેવાલ રજૂ કરશે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સમિતિનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. વકફ મિલકતોને નિયમિત કરવા માટે બનાવાયેલ વકફ અધિનિયમ, 1995 ની ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને અતિક્રમણ જેવા મુદ્દાઓ માટે ટીકા કરવામાં આવી છે.

વિપક્ષી સાંસદોએ બેઠકની કાર્યવાહીની નિંદા કરી

JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે બેઠક બાદ જણાવ્યું હતું કે સમિતિ દ્વારા અપનાવવામાં આવેલા સુધારા કાયદાને વધુ સારો અને અસરકારક બનાવશે. જોકે, વિપક્ષી સાંસદોએ બેઠકની કાર્યવાહીની નિંદા કરી અને પાલ પર લોકશાહી પ્રક્રિયાને બગાડવાનો આરોપ લગાવ્યો.

Live-in Relationships માં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો થશે સજા !
મુનાવર ફારૂકીના જન્મદિવસ પર પત્નીએ શેર કરી રોમેન્ટિક તસવીરો
Dog Loses Bonus: : શ્વાનને ફરજ દરમિયાન ઊંઘવું પડ્યું મોંઘું, કાપી લેવામાં આવ્યું બોનસ
Mauni Amavasya 2025 : મૌની અમાવસના દિવસે આ 3 રાશિઓને થશે મોટો લાભ, 50 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ
છોલે ભટુરે નહીં, વિરાટે દિલ્હી પહોંચતા જ આ ખાસ વાનગી ખાધી
સદગુરુ એ જણાવ્યું, જમવા સાથે પાણી પીવું જોઈએ કે નહીં ? જુઓ Video

TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે આ બેઠકોનો રાઉન્ડ હાસ્યાસ્પદ હતો. અમારો અવાજ સંભળાયો નહીં. પાલને સરમુખત્યારશાહી રીતે કામ કર્યું છે. આ અંગે જગદંબિકા પાલે કહ્યું કે સમગ્ર પ્રક્રિયા લોકશાહી હતી અને બહુમતીના અભિપ્રાયને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

સમિતિની કાર્યવાહી એક મજાક બની હોવાના નિવેદન

JPCમાં હોબાળા બાદ 10 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 24 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલી JPC બેઠકમાં વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેમને ડ્રાફ્ટમાં પ્રસ્તાવિત ફેરફારો પર સંશોધન કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો. આરોપ છે કે ભાજપ દિલ્હી ચૂંટણીને કારણે વક્ફ સુધારા બિલ પરનો અહેવાલ સંસદમાં વહેલા રજૂ કરવાનો આગ્રહ રાખી રહી છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે સમિતિની કાર્યવાહી એક મજાક બની ગઈ છે. સમિતિએ બેનર્જી-ઓવૈસી સહિત 10 વિપક્ષી સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા.

ભાજપના સાંસદે કહ્યું- વિપક્ષ ઇચ્છતો નથી કે રિપોર્ટ રજૂ થાય. દિલ્હીમાં યોજાયેલી બેઠક અંગે JPCના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું- મેં JPCના બધા સભ્યોને તેમના વિચારો વ્યક્ત કરવાની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે મેં તેમના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું, અવાજ કર્યો, બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો અને ઘણો હોબાળો મચાવ્યો. વિપક્ષી સાંસદો સભા આગળ વધવા દેતા નહોતા. તેમણે લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કર્યો. મીટિંગની કાર્યવાહી અટકાવવાની તેમની રણનીતિનો એક ભાગ છે અને તેઓ નથી ઇચ્છતા કે રિપોર્ટ રજૂ કરવામાં આવે.

મુસ્લિમો વિરુદ્ધ સુધારો હોવાનો આલાપ

હુર્રિયત નેતાએ કહ્યું- આ સુધારો મુસ્લિમો વિરુદ્ધ છે. 24 જાન્યુઆરીની બેઠક બાદ જમ્મુ-કાશ્મીરના હુર્રિયત નેતા મીરવાઇઝ ઉમર ફારૂકે કહ્યું, ‘આમાં કલેક્ટરને મનસ્વી સત્તાઓ આપવામાં આવી છે.’ આદેશો જાહેર કરીને અને મહેસૂલ રેકોર્ડમાં એન્ટ્રીઓ બદલીને, વકફ મિલકતોને સરકારી મિલકતો તરીકે દર્શાવવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. આ સુધારા સંપૂર્ણપણે મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ છે.

ડિજિટાઇઝેશન, સારા ઓડિટ, સુધારેલી પારદર્શિતા પર ભાર

બજેટ સત્ર 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. સંયુક્ત સંસદીય સમિતિ બજેટ સત્ર દરમિયાન વક્ફ (સુધારા) બિલ પર પોતાનો અહેવાલ રજૂ કરશે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. વકફ (સુધારા) બિલ 2024નો ઉદ્દેશ્ય ડિજિટાઇઝેશન, વધુ સારા ઓડિટ, સુધારેલી પારદર્શિતા અને ગેરકાયદેસર રીતે કબજે કરેલી મિલકતોની પુનઃપ્રાપ્તિ માટે કાનૂની પ્રણાલીમાં સુધારા લાવીને આ પડકારોનો સામનો કરવાનો છે.

8 ઓગસ્ટના રોજ લોકસભામાં વકફ બિલ 2024 રજૂ કર્યું

પહેલી બેઠક 22 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ 8 ઓગસ્ટના રોજ લોકસભામાં વકફ બિલ 2024 રજૂ કર્યું હતું. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી પાર્ટીઓએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યું હતું.

વિપક્ષના વાંધા અને ભારે વિરોધ વચ્ચે, આ બિલ લોકસભામાં કોઈ પણ ચર્ચા વિના JPCને મોકલવામાં આવ્યું. વકફ બિલ સુધારા પર 31 સભ્યોની JPC ની પહેલી બેઠક 22 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. બિલમાં 44 સુધારાઓ પર ચર્ચા થવાની હતી.

g clip-path="url(#clip0_868_265)">