27 જાન્યુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદના નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વીડિયો થયો વાયરલ, ઓછી જગ્યામાં ખચાખચ ગૌવંશને રાખવામાં આવતા હોવાના આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2025 | 9:09 PM

આજે 27 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

27 જાન્યુઆરીના મહત્વના સમાચાર :  અમદાવાદના નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વીડિયો થયો વાયરલ, ઓછી જગ્યામાં ખચાખચ ગૌવંશને રાખવામાં આવતા હોવાના આક્ષેપ

આજે 27 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Jan 2025 08:49 PM (IST)

    સુરેન્દ્રનગરઃ પ્રેમ સંંબંધમાં યુવકની હત્યા કરનારા 3 આરોપી ઝડ્પાયા

    સુરેન્દ્રનગરમાં યુવકની કરપીણ હત્યા કરનારા 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગરના વનાળા ગામે પ્રેમ સંબંધમાં યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પ્રેમીકાના પિતા અને 2 ભાઈઓએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો. હત્યા કરનારા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મૃતક પ્રેમિકાને મળવા ગયો તે સમયે હત્યા નીપજાવી.

  • 27 Jan 2025 08:45 PM (IST)

    અમદાવાદમાં તસ્કરો બેફામ, કાયદાના રખેવાળના ઘરે જ ચોરી

    અમદાવાદ જિલ્લામાં તસ્કરો કળા કરી રહ્યા છે અને ખાખી ઉંઘતી ઝડપાઇ રહી છે. ધોળા અને ધંધુંકામાં પ્રકાશમાં આવેલી ચોરીની 2 ઘટનાએ ખાખીની કામગીરી સામે જ સવાલ સર્જી દીધા છે…પહેલી ઘટનાની વાત કરીએ તો, ધોળકામાં રહેતા સુરતના PSIના ઘરે જ તસ્કરોએ હાથફેરો કર્યો. PSI પ્રભુ કોટવાલના ઘરે તસ્કરો ત્રાટક્યા અને, બંધ મકાનમાંથી 9 તોલાના સોનાના ઘરેણાં સહિત મુદ્દામાલ ચોરીને ફરાર થઇ ગયા.

  • 27 Jan 2025 08:43 PM (IST)

    ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી થશે શરૂ

    • ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી થશે શરૂ
    • ભારત-ચીન બંને દેશ માનસરોવર યાત્રા શરૂ કરવા સંમત
    • બંને દેશો વચ્ચે વિમાની સેવા શરૂ કરવા પણ સંમતિ
    • ભારતના વિદેશ મંત્રાલય દ્વારા અપાઇ માહિતી
    • ભારત-ચીનની 2 દિવસીય બેઠકમાં લેવાયો નિર્ણય
    • બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની થઇ વ્યાપક સમીક્ષા
  • 27 Jan 2025 07:30 PM (IST)

    વક્ફ સુધારા બિલને JPCએ આપી મંજૂરી

    • વક્ફ સુધારા બિલને JPCએ આપી મંજૂરી
    • વક્ફ સુધારા બિલમાં 14 ફેરફાર કરવામાં આવ્યા
    • ભાજપના તમામ સૂચનોનો 10-16ના મતથી સ્વીકાર કરાયો
    • વિપક્ષ તરફથી અપાયેલા સૂચનોનો થયો અસ્વીકાર
    • આગામી બજેટ સત્રમાં સદનમાં મૂકાશે રિપોર્ટ
    • વક્ફ સુધારા બિલથી કાયદાનું વધુ પ્રભાવી અમલ થઇ શકે
    • સમિતિ દ્વારા 44 પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા
    • 44 પૈકી 14 પ્રસ્તાવને જ મંજૂર કરાયા
  • 27 Jan 2025 06:42 PM (IST)

    શ્રી પંચ દશનામ જૂના અખાડામાં 9 મહામંડલેશ્વરોનો ભવ્ય પટ્ટાભિષેક

    • શ્રી પંચ દશનામ જૂના અખાડામાં 9 મહામંડલેશ્વરોનો ભવ્ય પટ્ટાભિષેક
    • ગુજરાતના 2 મહામંડલેશ્વરોનો થયો પટ્ટાભિષેક
    • ઋષિ ભારતી મહારાજ અને વિશ્વેશ્વરી ભારતી માતાજીનો પટ્ટાભિષેક
    • આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદગીરી મહારાજના હસ્તે પટ્ટાભિષેક વિધિ
  • 27 Jan 2025 06:41 PM (IST)

    ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં પણ રખડતા ઢોરનો ત્રાસ

    • ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં પણ રખડતા ઢોરનો ત્રાસ
    • પાલીતાણા શહેરમાં રખડતા ઢોરનો આંતક સામે આવ્યો
    • પરિમલ વિસ્તારમાં વાહન ચાલકને રખડતા ઢોરે અડફેટે લીધા
    • વાહન ચાલક મહિલા સહિત 2ને ઈજાઓ પહોંચાડી
    • રખડતા ઢોરને પાંજરે પૂરવામાં આવે તેવી લોક માગ
  • 27 Jan 2025 06:40 PM (IST)

    દાહોદ: દેવગઢ બારિયાના માંડવમાં ઝડપાયો દારૂ

    • દાહોદ: દેવગઢ બારિયાના માંડવમાં ઝડપાયો દારૂ
    • બિયરના ટીન, દારૂની પ્લાસ્ટિક અને કાચની 5584 બોટલ જપ્ત
    • 7.60 લાખથી વધુનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો
    • ટ્રેક્ટરમાં સૂકી ઘાસની આડમાં લઇ જવાતો હતો દારૂ
    • દારૂ, ટ્રેક્ટર સહિત 10.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
    • ટ્રેક્ટર ચાલકની ધરપકડ, અન્ય 2 આરોપીઓ વોન્ટેડ
    • સાગટાળા પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી
  • 27 Jan 2025 06:39 PM (IST)

    સુરત : પીપલોદમાં બાઇક સ્ટંટ મુદ્દે TV9ના અહેવાલનો પડઘો

    • સુરત : પીપલોદમાં બાઇક સ્ટંટ મુદ્દે TV9ના અહેવાલનો પડઘો
    • TV9ના અહેવાલ બાદ વેસુ પોલીસ એક્શનમાં
    • પોલીસે બાઇકચાલકો સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી
    • આયોજકો અને બાઇકચાલકને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા
    • સ્ટંટબાજો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની પોલીસની ખાતરી
    • લોકોની ભીડ વચ્ચે બાઈકર્સે કર્યા હતા જોખમી કરતબો
    • નાના બાળકોને બાઈક પર બેસાડી કરાયા હતા સ્ટંટ
  • 27 Jan 2025 06:35 PM (IST)

    વડોદરાઃ ગોત્રી GMERS હોસ્પિટલની કેન્ટીનમાં ભારે ગંદકી

    • વડોદરાઃ ગોત્રી GMERS હોસ્પિટલની કેન્ટીનમાં ભારે ગંદકી
    • કેન્ટીનમાં શાકભાજી ખુલ્લામાં જોવા મળ્યા
    • કેન્ટીન પાસે ઉંદરડાના દર પણ જોવા મળ્યા
    • સામાજિક કાર્યકર કમલેશ પરમારે તપાસ કરતા હકીકત બહાર આવી
    • કેન્ટિનમાં ટામેટાં સડેલા હોવાનું પણ બહાર આવ્યું
    • આરોગ્ય વિભાગ તપાસ ન કરતી હોય તેવો ઘાટ
  • 27 Jan 2025 06:20 PM (IST)

    રાજ્યમાં માવઠાની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા

    • રાજ્યમાં માવઠાની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા
    • આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી
    • ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં માવઠાની શક્યતા
    • વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં આવશે પલટો
    • સમગ્ર રાજ્યમાં કમોસમા વરસાદની આગાહી
    • માવઠાની આગાહીનાં પગલે પાકને નુકસાન થવાની ભીતિ
  • 27 Jan 2025 06:17 PM (IST)

    દેવભૂમિ દ્વારકામાં થયેલા ડિમોલિશન મુદ્દે ઉઠ્યા સવાલ

    • દેવભૂમિ દ્વારકામાં થયેલા ડિમોલિશન મુદ્દે ઉઠ્યા સવાલ
    • એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સનું નિવેદન
    • “બેટ દ્વારકમાં મોટા ભાગના વિધર્મીઓના મકાન તોડાયા”
    • “SCના ચુકાદાની અવમાનના, ઇન્દિરા આવાસ મુદ્દે કોર્ટમાં જશે APCR”
    • “બેટ દ્વારકામાં 4 મંદિર અને એક આશ્રમ તોડાયો”
    • “બેટ દ્વારકા મંદિરની આસપાસ 90 ટકા વિધર્મી રહીશો”
    • “બ્રિજ બન્યા બાદ અનેક ઉદ્યોગકારોની નજર જમીન પર”
    • “જેમના મકાન તૂટ્યા તેઓ 30 વર્ષથી રહેતા હોવાનો દાવો”
    • “મકાન તોડવાની નોટિસ 12 કલાક પહેલા જ અપાઇ”
    • “ગુજરાતના મંત્રીઓની ભાષા અશોભનીય છે”
    • “જગ્યા સરકારી નહીં લોકોની છે, સરકાર લોકોથી ચાલે છે”
    • “બેટ દ્વારકામાં 400 વિદ્યાર્થીઓની શાળા તોડી પડાઇ”
    • “અમે પીડિતો સાથે ન્યાય મેળવવા રસ્તા પર ઉતરીશું”
    • “વિધર્મીઓના મકાનોને ટાર્ગેટ કરવામાં આવે છે”
    • “હિન્દુ પરિવારના મકાનોના ડિમોલેશનને છુપાવાય છે”
  • 27 Jan 2025 06:16 PM (IST)

    વડોદરામાં ગોત્રી રોડ પર માથાભારે શખ્સે મચાવ્યો આતંક

    ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જ ન હોય તેમ અસામાજિક તત્વો રીતસર આતંક મચાવી પોલીસને ફેંકી રહ્યા છે પડકાર. રાજ્યના વિવિધ મહાનગરોમાં ફરી આવી ઘટના સામે આવી. વડોદરામાં ગોત્રી રોડ પર એક માથાભારે શખ્સે આશરે 30 મિનિટ સુધી રીતસરનો આતંક મચાવ્યો. બેફામ બનેલા શખ્સે રોડ પર ગાડીઓ રોકી, ગાડીઓના કાચ તોડ્યા, કોઈ પણ વાંક વિના વાહનચાલકોને નુકસાન પહોંચાડ્યું. સુરતમાં પણ લુખ્ખાઓનો આતંક જોવા મળ્યો. શહેરના ગોડાદરાથી ડિંડોલી રેલવે બ્રિજ નીચે કેટલાક શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો. તો રાજકોટના જયરાજ પ્લોટ વિસ્તારમાં લુખ્ખાઓએ સામાન્ય બાબતમાં રાજપૂત સમાજના ઉપપ્રમુખના ઘરમાં ઘૂસી તોડફોડ કરી. રાહીલ સુમરા નામના શખ્સે સાગરિતો સાથે ઉત્પાત મચાવ્યો. તેમણે પાર્કિંગમાં પડેલી ગાડીના કાચ પણ તોડ્યા.

  • 27 Jan 2025 06:10 PM (IST)

    સુરતઃ ડીંડોલી રેલવે બ્રિજ પાસે અસામાજિક તત્વોનો આતંક

    • સુરતઃ ડીંડોલી રેલવે બ્રિજ પાસે અસામાજિક તત્વોનો આતંક
    • રેલવે ટ્રેક પર હાથમાં લાકડીઓ લઈ ઉતર્યા તોફાની તત્વો
    • જૂની અદાવત રાખી એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો
    • એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો
    • હાથમાં લાકડીઓ સાથે દાદાગીરી કરતા ટોળાંનો વીડિયો વાયરલ
  • 27 Jan 2025 02:16 PM (IST)

    વડોદરાઃ અસામાજિક તત્વોએ ગોત્રી રોડ બાનમાં લીધો

    વડોદરાઃ અસામાજિક તત્વોએ ગોત્રી રોડ બાનમાં લીધો. રોડ પર ગાડીઓ રોકી ગાડીઓના કાચ તોડ્યા. લોકોની ગાડીઓ રોકી મોબાઈલ માગ્યો, મોબાઈલ ન આપતા તોડફોડ કરી. ગોત્રી રોડ પર અંદાજિત ૩૦ મિનિટ સુધી આતંક મચાવ્યો. અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા.

  • 27 Jan 2025 02:00 PM (IST)

    રાજકોટઃ પાન મસાલાનાં વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા

    રાજકોટઃ પાન મસાલાનાં વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. શહેરનાં વિવિધ વિસ્તારમાં પાન મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. કરચોરીને લઈ GST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. GST વિભાગની અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.

  • 27 Jan 2025 01:07 PM (IST)

    ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજના મહાકુંભમાં અમિત શાહ

    ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજના મહાકુંભમાં અમિત શાહ જોડાયા છે. CM યોગી સાથે ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી. જૂના અખાડાના સાધુ-સંતો સાથે પ્રસાદ ગ્રહણ કરશે.

  • 27 Jan 2025 12:55 PM (IST)

    મહેસાણાઃ મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી

    મહેસાણાઃ મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. ટ્રાફિકને અડચણ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. મનપાએ આપેલ નોટિસ બાદ કાર્યવાહી શરૂ કરી. રાધનપુર રોડ પર  દુકાન, કોમ્પલેક્ષ અને શોરૂમ આગળના દબાણો દૂર કરાયા.

  • 27 Jan 2025 10:19 AM (IST)

    તાપીઃ વાલોડના બેડકુવા ગામમાં દીપડી પાંજરે પુરાઈ

    તાપીઃ વાલોડના બેડકુવા ગામમાં દીપડી પાંજરે પુરાઈ છે. ગામ નજીક દીપડો દેખાતા  પાંજરું મૂકવામાં આવ્યું હતું. દીપડીને પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી છે. વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં દીપડીને મુક્ત કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

  • 27 Jan 2025 09:46 AM (IST)

    ઉત્તરાખંડમાં આજથી UCC થશે લાગુ

    ઉત્તરાખંડ: રાજ્યમાં આજથી UCC લાગુ થશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. મંગળવારે PM મોદીની મુલાકાત પહેલાં આજથી UCCનો અમલ. મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી UCC પોર્ટલનું લોન્ચિંગ કરશે.

  • 27 Jan 2025 08:44 AM (IST)

    પ્રયાગરાજ મહાકુંભમાં જવા ST વોલ્વો બસનો થશે પ્રારંભ

    પ્રયાગરાજ મહાકુંભમાં જવા ST વોલ્વો બસનો પ્રારંભ થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. સર્કિટ હાઉસ ખાતેથી આજે બસનો શુભારંભ થશે. મંગળવારથી રોજ સવારે 7:00 કલાકે રાણીપથી બસ ઉપડશે. યાત્રીઓ માટે ₹8100માં ત્રણ રાત, ચાર દિવસનું પેકેજ ઉપલબ્ધ છે. શુભારંભ પહેલાં જ મહાકુંભમાં જનાર STની વોલ્વો બસો હાઉસફૂલ છે.

  • 27 Jan 2025 08:23 AM (IST)

    ISROના નામે થશે વધુ એક સિદ્ધિ, મિશનની લાગશે સેન્ચ્યુરી

    ઈસરોએ તેની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરવાની તૈયારી કરી લીધી છે. 29 જાન્યુઆરી, 2025ના રોજ સાંજે 6:23 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઈસરો તેના 100માં મિશનનું લોન્ચિંગ કરશે. GSLV-F15 રોકેટથી NVS-02 સેટેલાઈટનું લોન્ચિંગ કરાશે. મહત્વની વાત એ છે કે શ્રીહરિકોટા ઈસરોના અનેક મોટા મિશનોના લોન્ચિંગનું સાક્ષી બન્યું છે અને હવે તે સેન્ચ્યુરી લગાવવા જઈ રહ્યું છે.

  • 27 Jan 2025 07:40 AM (IST)

    મોરબી: ફરી SMCએ દરોડા પાડીને ઝડપ્યો દારૂ

    મોરબી: ફરી SMCએ દરોડા પાડીને દારૂ ઝડપ્યો છે. શનાળા ગામ પાસેના ગોડાઉનમાં ટ્રેલરમાંથી દારૂની એક હજાર પેટી ઝડપાઇ છે. દારૂનું કટિંગ થાય તે પહેલા જ દરોડા પાડ્યા હતા. મોરબીમાં અલગ-અલગ સ્થળે SMCએ કાર્યવાહી કરી છે.

Published On - Jan 27,2025 7:39 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">