આણંદમાં નાવ પલટી જતાં 3 ના મોત, જુઓ Video
આણંદના વાસદમાં મહીસાગર નદીમાં બોટ પલટી જવાથી ત્રણ લોકોના મોત થયા છે. તમામ લોકો કાચલાપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આણંદના વાસદ મહીસાગર નદીમાં નાવ પલટી હવાની ઘટના બની છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. માછીમારી કરવા ગયેલા પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.
નાવ ડૂબતા ભત્રીજા અને પુત્રને બચાવવા જતા પિતાનું મોત થયું. મળતી માહિતી મુજબ ત્રણેય મૃતક કાચલાપુર વાસદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
તમામના મૃતદેહ વાસદ આરોગ્ય કેન્દ્ર ખસેડાયા છે. આણંદ ફાયર વિભાગે ડૂબી ગયેલી નાવ બહાર કાઢી. તંત્રના અધિયારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા.
નદીમાં નાવ પલટવાની ઘટના કેમ બને છે..
નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોય તો નાવ પાલટવાની ઘટના બની શકે છે. જો નાવમાં વધુ લોકો હોય અને તેઓ લાઈફ જેકેટ કે સુરક્ષા સાધનો પહેર્યા ન હોય, તો ડૂબવાની શક્યતાઓ વધે છે. ઊંડા પાણીમાં નાવ પલટે તો બચાવ કાર્ય વધુ મુશ્કેલ બની શકે છે. કાબૂ ગુમાવવાથી ગભરાટ વધે છે અને બચાવ કામગીરી પણ પ્રભાવિત થાય છે. નજીકના બચાવ સંસાધનોના અભાવમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું વાત એ છે કે પોલીસના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા. અન્ય બોટ દ્વારા ડૂબેલી બોટને બહાર લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસના જવાનો દ્વારા દોરડા વડે અન્ય બોટને કિનારા સુધી લાવવામાં આવી રહી હોવાનું દ્રશ્યોમાં પણ જણાઈ રહ્યું છે.