અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે કેટલું મુશ્કેલ ? ટ્રમ્પના નવા આદેશથી શું બદલાશે, ભારત પર શું પડશે અસર ?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ પોતાના વચનો પૂરા કરવાનું શરૂ કરી દીધું છે. આ સંદર્ભમાં ટ્રમ્પે હવે બર્થરાઇટ નીતિમાં ફેરફાર કરવા માટે પગલાં લીધાં છે અને એક આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, અમેરિકાની બર્થરાઇટ પોલિસી શું છે ? ટ્રમ્પે જે આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, તેનાથી ભારતના લોકો પર શું અસર પડશે ?

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત પદ સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ દિવસે અનેક આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. જેની અસર સમગ્ર વિશ્વ પર પડી શકે છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવા માટે કડક નિર્ણયો લેવા ઉપરાંત ટ્રમ્પે જન્મના આધારે નાગરિકતા સમાપ્ત કરવાનો આદેશ પણ બહાર પાડ્યો છે. અમેરિકન કાયદા મુજબ, અત્યાર સુધી ત્યાં જન્મેલા દરેક બાળકોને અમેરિકન નાગરિક ગણાય છે, પરંતુ હવે આવું નહીં થાય. ટ્રમ્પે અમેરિકાની બર્થરાઇટ પોલિસીમાં ફેરફાર કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પના આ નિર્ણયની અસર મેક્સિકો-કેનેડા જેવા દેશો તેમજ ભારત પર પણ પડશે કારણ કે દર વર્ષે અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને ત્યાં નાગરિકતા મળે છે, જે હવે મુશ્કેલ બની શકે છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola ||...
