Elvish Yadav: યુટ્યુબર એલ્વિશ યાદવની ફરી વધી મુશ્કેલી, ગાજિયાબાદ કોર્ટે FIR નોંધવા કર્યો આદેશ
Elvish Yadav News: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. ગાઝિયાબાદ કોર્ટે તેની વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. તેના પર મેનકા ગાંધીની એનજીઓ પીપલ ફોર એનિમલ્સ (PFA)ના સભ્ય સૌરભ ગુપ્તાના ઘરમાં બળજબરીથી ઘૂસીને તેનો પીછો કરવાનો આરોપ છે. સૌરભે કહ્યું કે એલ્વિશ યાદવ અને તેના લોકોથી તેનો જીવ જોખમમાં છે.
આ દિવસોમાં એલ્વિશ યાદવ ‘લાફ્ટર શેફ’ અને ‘રોડીઝ’નો ભાગ છે. તેની સામે એફઆઈઆર નોંધવાનો આદેશ મળ્યો છે, જેના કારણે તેના ચાહકો પરેશાન થઈ ગયા છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, એલ્વિશ વિરુદ્ધ ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશનમાં રેકી કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. આથી તેણે કોર્ટમાં ધા નાખી હતી અને હવે ત્યાંથી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
એલ્વિશ યાદવે કર્યો પીછો
10 મે, 2024ના રોજ, એલ્વિશ યાદવ અને તેના સાથીઓએ કથિત રીતે સૌરભ ગુપ્તાનો 3-4 કારમાં પીછો કર્યો અને બાદમાં, ત્યારબાદ રાજ નગર એક્સ્ટેંશનમાં ગૌર કાસ્કેડ્સ સ્થિત સૌરભ સોસાયટીમાં લગભગ 1:30 વાગ્યે પ્રવેશ કર્યો. તેઓ તેમની એસયુવીમાં સોસાયટીના પાર્કિંગ એરિયામાં લગભગ 10 મિનિટ સુધી ફર્યા અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. સૌરભને શંકા છે કે તેની સોસાયટીમાંથી કોઈએ એલ્વિશ યાદવ અને તેના સહયોગીઓને સોસાયટીમાં ઘૂસવામાં મદદ કરી હતી.
એલ્વિશ યાદવના કારણે ફેસબુક ડિલીટ થયું
ફરિયાદીનો આરોપ છે કે જ્યારથી કેસ નોંધાયો છે ત્યારથી એલ્વિશ અને તેના સહયોગીઓ તેને અને તેના ભાઈને સોશિયલ મીડિયા પર ધમકીઓ આપી રહ્યા છે. એલ્વિશ જેલમાં ગયો ત્યારથી સૌરભ ગુપ્તા અને તેના ભાઈને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સતત ધમકીઓ મળી રહી છે. આ કારણે તેણે થોડા મહિના પહેલા તેનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવું પડ્યું હતું.
એલ્વિશ યાદવ પર ગુંડાગીરીનો આરોપ
જો કે, એલ્વિશના નામે એકાઉન્ટ ચલાવતા તેના સહયોગીઓએ સૌરભ ગુપ્તા અને તેના ભાઈને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું, તેમના ફોટોગ્રાફ્સ સાથે નકલી વીડિયો અને સમાચાર પોસ્ટ કર્યા હતા. એલ્વીશે એક વીડિયો પણ જાહેર કર્યો હતો અને સૌરભ ગુપ્તાને તેના ઘરેથી અપહરણ કરીને મારી નાખવાની ધમકી આપી હતી. સૌરભે ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી.
એલ્વિશ યાદવ પર ધમકાવવાનો આરોપ
જો કે, એલ્વિશના નામે એકાઉન્ટ ચલાવતા તેના સહયોગીઓએ સૌરભ ગુપ્તા અને તેના ભાઈને ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું, તેમના ફોટોગ્રાફ્સ સાથે નકલી વીડિયો અને સમાચાર પોસ્ટ કર્યા હતા. ગૌરવ ગુપ્તાના કહેવા પ્રમાણે, સૌરવને લાગ્યું કે તેની રેકી કરવામાં આવી રહી છે. તે જ્યાં રહે છે તે સોસાયટીમાં કેટલાક અનિચ્છનીય લોકો ફરતા હોય છે. સૌરવને એ પણ ડર હતો કે એલ્વિશ યાદવ અથવા તેના પરિચિતો દ્વારા સૌરવ અને તેના ભાઈ ગૌરવને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. આ કારણોસર તેણે પોતાનું ફેસબુક એકાઉન્ટ પણ બંધ કરી દીધું હતું. કારણ કે સોશિયલ મીડિયા પર તેને સતત ધમકીઓ મળી રહી હતી.
એલ્વિશ આર્મી નામના એકાઉન્ટમાંથી મળી રહી હતી ધમકી
કોર્ટમાં આપેલી અરજીમાં સૌરવે જણાવ્યું છે કે બંને ભાઈઓને એલ્વિશ આર્મીના નામે ચાલતા એકાઉન્ટમાંથી સતત ધમકીઓ મળી રહી છે. તેમને ડર છે કે ઉમેશ પાલ હત્યા કેસ અથવા સિદ્ધુ મૂઝવાલા કેસની જેમ બંને ભાઈઓ પર આયોજનબદ્ધ હુમલો થઈ શકે છે.
અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી પરંતુ કેસ નોંધવામાં આવ્યો ન હતો. હવે કોર્ટે આદેશ આપ્યો છે કે કલમ 173(4) BNSS હેઠળ સ્વીકારવામાં આવે છે. તેમજ નંદગ્રામ પોલીસ સ્ટેશનને તથ્યોના આધારે જવાબદારો સામે યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધવા આદેશ કર્યો છે.