ભારત પર મહેરબાન અમેરિકી સરકાર ! ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા આપી મોટી ભેટ
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ત્યારે ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા અમેરિકી સરકારે ભારતને મોટી ભેટ આપી છે. અમેરિકાએ ભારતની મહત્વપૂર્ણ સંસ્થાઓ પરના પ્રતિબંધો હટાવી લીધા છે. પ્રતિબંધ હટતાં અમેરિકા અને ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ત્યારે ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા અમેરિકી સરકારે ભારતને મોટી ભેટ આપી છે. અમેરિકાએ ભારતની મહત્વપૂર્ણ પરમાણુ સંસ્થાઓ પરના પ્રતિબંધો હટાવી લીધા છે. બાઈડેન વહીવટી તંત્રના આ નિર્ણયને ભારતની ટોચની પરમાણુ સંસ્થાઓ અને અમેરિકન કંપનીઓ વચ્ચે નાગરિક પરમાણુ સહયોગ વધારવાના પ્રયાસો તરીકે જોવામાં આવી રહ્યો છે. અમેરિકાએ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) ઉપરાંત ઇન્ડિયન રેર અર્થ્સ (IRE) અને ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (IGCAR) પરના પ્રતિબંધો હટાવી લીધા છે. આનાથી અમેરિકા માટે ભારત સાથે નાગરિક પરમાણુ ટેકનોલોજી શેર કરવાનો માર્ગ મોકળો થશે. પ્રતિબંધ હટાવવાના નિર્ણયને ભારત અને અમેરિકા વચ્ચેના નાગરિક પરમાણુ કરારના અમલીકરણને સરળ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. function loadTaboolaWidget()...
