Breaking News : વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video

Breaking News : વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2025 | 11:06 AM

ગુજરાતમાં ફરી એક વાર શૈક્ષણિક સંસ્થાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ભયનો માહોલ સર્જાયો છે. વડોદરા ખાતે આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા સંચાલકો સહિત વાલીઓ, શિક્ષકો અને આસપાસના વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતમાં ફરી એક વાર શૈક્ષણિક સંસ્થાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ભયનો માહોલ સર્જાયો છે. વડોદરા ખાતે આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા સંચાલકો સહિત વાલીઓ, શિક્ષકો અને આસપાસના વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે.

શાળામાં આપવામાં આવી રજા

વડોદરામાં ત્રણ જગ્યાએ આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી છે. ધમકી મળતાની સાથે પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ધમકીને કારણે સ્કૂલમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થી, વાલી અને સ્ટાફને પણ આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ત્યારે સ્કૂલમાં ન આવવા માટે સૂચના અપાઈ હતી.

અમદાવાદની શાળાઓને પણ મળી હતી ધમકી

આ અગાઉ અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા મેલ મળ્યા બાદ પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી હતી. બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી. જેમાં બે શાળાના નામ સામે આવ્યા હતા જેમાં ઘાટલોડિયાની આનંદ નિકેતન, અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને વસ્ત્રાપુરની એશિયા સ્કુલને ધમકી મળી હતી.

Published on: Jan 24, 2025 10:52 AM
g clip-path="url(#clip0_868_265)">