Vadodara : MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં, 1500થી વધારે વિદ્યાર્થીના ડિગ્રી સર્ટિફિકેટ અટવાયા, જુઓ Video
વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. MS યુનિવર્સિટીમાં પદવીદાન સમયે પદવી નહીં લેનારા વિદ્યાર્થીઓ હાલ અટવાઈ પડ્યા છે. તેનું કારણ એ છે કે પદવીદાન થઈ ગયાને અનેક દિવસો વિતી ગયા હોવા છતાં હજુ પંદરસો જેટલાં વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાથી વંચિત છે.
વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. MS યુનિવર્સિટીમાં પદવીદાન સમયે પદવી નહીં લેનારા વિદ્યાર્થીઓ હાલ અટવાઈ પડ્યા છે. તેનું કારણ એ છે કે પદવીદાન થઈ ગયાને અનેક દિવસો વિતી ગયા હોવા છતાં હજુ પંદરસો જેટલાં વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાથી વંચિત છે.
હકીકતમાં ડિગ્રી સર્ટિફિકેટ માટે જે ફોર્મ ભરાવવામાં આવતું હોય છે. તેમાં કુરિયરનું ઓપ્શન આપવામાં આવતું હોય છે. અને કુરિયર થકી વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિ પહોંચાડવામાં આવતા હોય છે. પરંતુ આ ઓપ્શન પસંદ કરનારા લોકો સુધી હજુ સુધી સર્ટિફિકેટ પહોંચ્યા જ નથી. જેને પગલે આગળ એડમિશન લેવા માંગતા કે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે.
1500 વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અટવાયા
વિદ્યાર્થીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે સર્ટિફિકેટ માટે ઊંચી ફી વસૂલ્યા બાદ પણ શા માટે તેમને સમયસર સર્ટિફિકેટ આપવામાં નથી આવતા ? જો કે બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશો જાણે સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરતાં હોય તેવો ઘાટ સર્જાયો. સત્તાધીશોનું કહેવું છે કે હજુ આગામી 27 જાન્યુઆરી બાદથી સર્ટિફિકેટ કુરિયર કરવામાં આવશે.
ઉત્તરાયણની રજાઓમાં ક્યાંક સર્ટિફિકેટ અટવાઈ ન જાય તે માટે મોડા કુરિયર કરવાનો નિર્ણય લેવાયો હતો. પણ જો કોઈને જરૂર હોય તો કુરિયર ઓપ્શન પસંદ કર્યા છતાં તેને યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ અપાઈ જ રહ્યા છે.
કુરિયર ઓપ્શન પસંદ કરનારા મુશ્કેલીમાં
તંત્રના દાવાઓ વચ્ચે વિદ્યાર્થીઓ ચોંકાવનારા આક્ષેપ લગાવી રહ્યા છે. કેટલાંક વિદ્યાર્થીઓનો તો આરોપ છે કે યુનિવર્સિટીએ યોગ્ય રીતે જાણ ન કરતાં અનેક વિદ્યાર્થીઓ તો ડિગ્રી સર્ટી માટેનું ફોર્મ પણ હજુ સુધી ભરી નથી શક્યા. તો ઘણીવાર ઓનલાઈન પ્રક્રિયામાં ખામી સર્જાતા તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ડિગ્રી સર્ટીફિકેટ અત્યંત મહત્વનું હોવા છતાં સર્ટીના નામે પાતળો કાગળ ફટકારી દેવાતો હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે. લગભગ પંદરસો વિદ્યાર્થીઓની ડિગ્રી હાલ તો અટવાઈ પડી છે. અને વડોદરા બહારથી આવતા વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ માટે વારંવાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે.