અમદાવાદમાં Coldplayમાં ક્રિસ માર્ટિને જસપ્રીત બુમરાહ માટે ખાસ ગીત ગાયું, જુઓ વીડિયો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ ચાહકો કોલ્ડપ્લે કોન્સર્ટમાં લાઈવ પરફોર્મ કરતાં જોવા માટે પહોંચ્યા હતા. બેન્ડે જસપ્રીત બુમરાહ માટે ખાસ ગીત ગાય તમામનું દિલ જીત્યું હતુ.
ફેમસ બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે ભારતમાં ધુમ મચાવી રહ્યું છે. ગત વર્ષથી જ બેન્ડના ઈન્ડિયા ટુરના એલાન બાદ ભારતમાં ટિકિટ ખરીદવા ચાહકોએ પડાપડી કરી હતી. અમદાવાદમાં 26 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાહકો પહોંચ્યા હતા. આ મ્યુઝિક બેન્ડમાં અંદાજે એક લાખ ચાહકોની ભીડમાં એક ખાસ વ્યક્તિ હતો તે છે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ,કોલ્ડપ્લેએ બુમરાહ માટે એક ખાસ ગીત પણ ગાયું, જેણે વિશ્વભરના બેટ્સમેનોની વિકેટ લીધી છે, અને તેનું સન્માન કર્યું હતુ.
શનિવાર અને રવિવારના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ ગુજરાતના અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ધુમ મચાવી હતી. 2 દિવસ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં લાખો ચાહકો આ સુપરહિટ બેન્ડને જોવા માટે પહોંચ્યા હતા. રવિવાર 26 ડિસેમ્બરના રોજ ગણતંત્ર દિવસે ચાહકોની ભીડ આ કોન્સર્ટમાં પહોંચી હતી. જેમાં કોલ્ડપ્લે પોતાના અનેક સુપરહિટ ગીતથી દરેક ભારતીય ચાહકોને નાચવા પર મજબુર કર્યા હતા.
જસપ્રીત બુમરાહ કોન્સર્ટમાં પહોંચ્યા
આ પહેલા મુંબઈમાં થયેલા કોન્સર્ટમાં પણ કોલ્ડપ્લે તરફથી જસપ્રીત બુમરાહને યાદ કરવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદના કોન્સર્ટમાં દરેક લોકો ચોંકી ગયા જ્યારે સ્ટેડિયમમાં લાગેલી મોટી સ્ક્રીન પર ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ચેહરા પર ગઈ હતી. બુમરાહની સાથે તેની માતા અને મોટી બહેન પણ જોવા મળી હતી. જેવી બુમરાહ પર ચાહકોની નજર પડી સ્ટેડિયમ અવાજથી ગુંજી ઉઠ્યું હતુ.
The ‘game changer’ player is in the house turning everything yellow #ColdplayOnHotstar pic.twitter.com/pcXVT3l8L8
— Disney+ Hotstar (@DisneyPlusHS) January 26, 2025
Coldplay બુમરાહ માટે ગાયું ગીત
કોલ્ડપ્લે સ્ટાર સિંગર ક્રિસ માર્ટિને બુમરાહ માટે ગીત ગાયું હતુ. જેમાં તેમણે બુમરાહને પોતાનો ભાઈ કહ્યો હતો પરંતુ સાથે કહ્યું જ્યારે તે ઈંગ્લેન્ડ માટે વિકેટ લે છે. તો તેને મજા આવતી નથી. ત્યારબાદ એક વીડિયો પણ દેખાડ્યો હતો. જેમાં બુમરાહ ઈંગ્લેન્ડના બેટ્સમેનનો સ્ટંપ ઉડાવતો જોવા મળ્યો હતો. બુમરાહ-બુમરાહના નારા લાગ્યા હતા. એક બાજુ જસપ્રીત બુમરાહ સ્માઈલ કરી રહ્યો હતો.
ભલે ‘કોલ્ડપ્લે’ પસંદ ન આવે, પણ ભારતીય ચાહકો આશા રાખશે કે બુમરાહ જલ્દીથી ફિટ થઈને પાછો ફરે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાનો જાદુ બતાવે જેમ તેણે T20 વર્લ્ડ કપમાં કર્યો હતો. ભલે પછી તેને ઈંગ્લેન્ડના બેટસમેનનો આઉટ કરી કોલ્ડપ્લે બેન્ડનું દિલ કેમ તોડવું ન પડે.