Surat : વિદેશની ઘેલછામાં કામરેજના યુવક સાથે 10 લાખની ઠગાઇ, ઝેર પીવાનો વારો આવ્યો, જુઓ Video
કામરેજના એક યુવક સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. કેનેડા જવાના બહાને ત્રણ એજન્ટોએ તેને દુબઈ મોકલી દીધો. પૈસા પરત ન મળતાં યુવકે ઝેર પીવાનો પ્રયાસ કર્યો. કામરેજ પોલીસે ત્રણેય એજન્ટો સામે ગુનો નોંધ્યો છે. આ ઘટના વિદેશ જવાની ઘેલછામાં ફસાતા યુવકો માટે ચેતવણીરૂપ છે.
ગુજરાતના યુવકોને વિદેશ જવાની ઘેલછા એવી લાગી છે કે વારંવાર તેઓ એજન્ટોની વાતોમાં આવીને ઠગાઇનો ભોગ બનતા હોય છે. માતાપિતા પણ દેવું કરીને સંતાનોને વિદેશ મોકલે છે. ત્યારે વિદેશ મોકલતા આવા કિસ્સામાં એક યુવકને તો ઝેર પીવાનો વારો આવ્યો છે.
વિદેશની ઘેલછા રાખનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઘટના કઇક એવી છે કે વિદેશ જવાની ઇચ્છા ધરાવતા કામરેજના યુવક સાથે છેતરપિંડી થઈ છે. એજન્ટે યુવકને કેનેડાને બદલે દુબઈ પહોંચાડી દીધો હતો. એજન્ટે 10 લાખ રૂપિયા લઈ યુવકને કેનેડા મોકલવાનો દાવો કર્યો હતો. વિદેશ જવા યુવકે નનસાડ ગામે 3 એજન્ટનો સંપર્ક કર્યો હતો. જો કે તેને કેનેડાને બદલે દુબઇ પહોંચાડી દેવાયો. એજન્ટોએ જવાબ નહીં આપતા દુબઈથી યુવક પરત આવ્યો હતો.
યુવકે દુબઇથી પરત આવ્યા બાદ ઝેર પી લીધુ છે. એજન્ટોએ પૈસા પરત ન આપતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. કામરેજ પોલીસે 3 એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તો યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.