Morbi : રાજપર રોડ પરના ગોડાઉનમાંથી 17,514 દારૂની બોટલ જપ્ત, 1.11 કરોડના મુદ્દામાલ સાથે 4ને પકડ્યા, જુઓ Video
મોરબીમાંથી એસએમસી દ્વારા કાર્યવાહી કરીને દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. રાજપર રોડ પર ગોડાઉનમાંથી 17,514 દારૂની બોટલ જપ્ત કરાઈ છે. ટ્રક સહિત ત્રણ વાહનો પણ જપ્ત કર્યા છે. 1.11 કરોડના મુદ્દામાલ સાથે 4 આરોપીને પકડી લેવાયા છે. દારૂ મોકલનાર સહિત સાત વોન્ટેડ જાહેર કરાયા છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

મોરબીમાં અલગ-અલગ સ્થળે એસએમસીએ કાર્યવાહી કરી છે. મોરબી જિલ્લામાં એસએમસી દ્વારા એક પછી એક દરોડા પાડવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ એક મોટો દરોડો પાડીને એસએમસીએ ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. તે પ્રકારે જ આ બાતમી આધારે મોરબીના રાજપર રોડ ઉપર એક ગોડાઉનમાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે. આ પ્રકારની એક બાતમી મળી હતી અને એ બાતમી આધારે જ એસએમસીની ટીમ દ્વારા ત્યાં રેડ પાડવામાં આવી હતી અને ત્યાં દારૂનું કટીંગ થાય તે પહેલા જ એસએમસી ત્યાં પહોંચી ગઈ હતી અને ચાર જેટલા શખ્સોને ત્યાં દારૂનું કટીંગ કરતા સમયે ઝડપી પાડ્યા હતા.
દરોડા પાડવામાં આવ્યા તે સ્થળેથી 17,514 જેટલી બોટલો ત્યાંથી ઝડપાઈ હતી અને ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અન્ય જેટલા સાત જેટલા આરોપીઓ છે જેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકારના દરોડા પાડીને ગુનાઓ અટકાવવાનો અને દારૂ કે જુગારની બદીઓ નાબુદ કરવાનો પરંતુ એસએમસી વારંવાર મોરબી જિલ્લામાં કરે છે.