AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી સાધ્વીનો પટ્ટાભિષેક, બન્યા નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર

પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી સાધ્વીનો પટ્ટાભિષેક થયો છે.સાધ્વી ગીતાદીદી શ્રીપંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા છે. તેમણે પોતાની આ ઉપાધિને જીવનની ઐતાહાસિક ક્ષણ ગણાવી છે.

| Updated on: Jan 27, 2025 | 5:09 PM
Share

પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી સાધ્વીનો પટ્ટાભિષેક થયો છે.સાધ્વી ગીતાદીદી શ્રીપંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા છે. તેમણે પોતાની આ ઉપાધિને જીવનની ઐતાહાસિક ક્ષણ ગણાવી છે. હામંડલેશ્વર સાધ્વી ગીતા શ્રીહરિ એ ગુજરાતના પ્રસિદ્ધ કાથાકાર છે. તે દેશ-વિદેશમાં રામાયણ, દેવી ભાગવત, શિવપુરાણ પર કથા કરી ચુક્યા છે.

સાધ્વી ગીતા શ્રીહરિએ  નાથ પરંપરામાં જૂનાગઢના શ્રીત્રિલોકાનાથજી મહારાજ પાસેથી સન્યાસ લીધો હતો. ગુજરાતના આ ગીતાદીદી લંડનમાં પરમ વિદૂષી તરીકે સન્માનિત થઈ ચુક્યા છે. પણ, સૌથી મહત્વની વાત એ છે કે તે તરછોડાયેલી દીકરીઓને પ્રેમથી ઉછેરે છે. જેના માટે તેમણે એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે. સાધ્વી ગીતાદીદીનું કહેવું છે કે 144 વર્ષ બાદ વિશેષ સંયોગ સાથે યોજાયેલા કુંભમાં તેમને મહામંડલેશ્વરનું પદ મળ્યું છે. તે શ્રીપંચાયતી નિર્મલ અખાડાના પ્રથમ મહિલા મહામંડલેશ્વર બન્યા છે.તે ખરેખર ખૂબ મોટી વાત છે. તે અખાડાના આદેશ મુજબ. તેમની જવાબદારીઓ નિભાવશે.

આવો આપને જણાવીએ કે મહામંડલેશ્વર બનવાની પ્રક્રિયા શું છે ?

મહામંડલેશ્વર બનવાની શરતો, સાધુ સંન્યાસ પરંપરાથી હોય તે જરૂરી , મહામંડલેશ્વરને વેદ-પુરાણોનું જ્ઞાન હોવું જરૂરી છે, 13 માન્યતા પ્રાપ્ત અખાડા સાથે જોડાયેલા હોવું જરૂરી છે.વ્યક્તિગત જીવનની તપાસથી અખાડાને સંતોષ હોવો જોઇએ

મહામંડલેશ્વર બનવાની પ્રક્રિયા

મહામંડલેશ્વર માટે પસંદગી બાદ અપાય છે સંત બનવાની દીક્ષા, સંન્યાસ લીધા બાદ વ્યક્તિ પોતાનું જ કરે છે પિંડદાન. પિંડદાન બાદ થાય છે પટ્ટાભિષેકની તૈયારી, મહામંડલેશ્વર બનનાર વ્યક્તિનો પંચામૃતથી કરાય છે અભિષેક, અખાડા તરફથી મહામંડલેશ્વરને ચાદરની અપાય છે ભેટ, 13 અખાડાના સાધુ સામેલ થઈને મહામંડલેશ્વરને પટ્ટુ વસ્ત્ર કરે છે પ્રદાન

g clip-path="url(#clip0_868_265)">