રાજકોટમાં જયેશ રાદડિયાના યજમાન પદે 511 લેઉવા પટેલ સમાજની દીકરીઓનો યોજાયો ભવ્ય સમૂહલગ્નોત્સવ- જુઓ Video
રાજકોટના જામકંડોરણાથી ધારાસભ્ય અને અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા જયેશ રાદડિયાના યજમાન પદે લેઉવા પટેલ સમાજનો 9મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમા 511 દીકરીઓનું જયેશ રાદડિયા દ્વારા કન્યાદાન કરવામાં આવ્યુ હતુ.
રાજકોટમાં લેઉવા પટેલ સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાના યજમાન પદે આ ભવ્ય સમારોહ યોજાયો હતો. જેમા 511 દીકરીઓનું જયેશ રાદડિયા દ્વારા કન્યાદાન કરવામાં આવ્યુ હતુ આ શાહી સમૂહલગ્નોત્સવ અનેક રીતે અનોખો છે. આ શાહી સમૂહલગ્નોત્સવમાં દરેક વર-વધુનો વિન્ટેજ કારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સાથે જ રોમન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા સેટ સમૂહ લગ્નનું આકર્ષણ કેન્દ્ર બન્યા. 75 વિઘામાં યોજાનારા આ સમૂહલગ્નમાં 10 હજાર સ્વયંસેવકોએ પોતાની સેવા આપી છે. શાહી સમુહલગ્નોત્સવમાં 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમુહલગ્નોત્સવના સમારોહમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા, પૂર્વ સીએમ વિજય રૂપાણી, સહિતનાં અનેક રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી.
એકદમ રજવાડી ઠાઠ સાથે આ સમારોહ યોજાયો હતો. સમૂહ લગ્ન સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. મહત્વનું છે કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સામાજિક વિવાદ ઉભો થયો છે.. ઇફકોની ચૂંટણીમાં ખોડલધામની દખલગીરીને કારણે જયેશ રાદડિયાએ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ લગ્નોત્સવ દ્વારા એક પ્રકારે જયેશ રાદડિયાનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યુ હતુ.