બોમ્બ ધમાકામાં બચી ગયેલા ખેલાડીએ મેચ જીતાડી, 10 બોલમાં છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો
UAE લીગ ILT20 ની 16મી મેચ દુબઈ કેપિટલ્સ અને ગલ્ફ જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દુબઈની ટીમે 5 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો, જેમાં શ્રીલંકાના ક્રિકેટર દાસુન શનાકાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મેચમાં તેણે 340 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી.
UAE લીગ ILT20માં હાલમાં ગ્રુપ સ્ટેજ મેચ રમાઈ રહી છે. જેની 16મી મેચ દુબઈ કેપિટલ્સ અને ગલ્ફ જાયન્ટસ વચ્ચે રમાઈ હતી. ગુરુવાર 23 જાન્યુઆરીના રોજ રમાયેલી આ મેચમાં દુબઈની ટીમે 5 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. જેમાં શ્રીલંકાનો ઓલરાઉન્ડર દસુન શનાકાનો મહત્વનો રોલ હતો. તેમણે 10 બોલમાં 34 રનની તોફાની ઈનિગ્સ રમી પોતાની ટીમને જીત અપાવી હતી. આ ઈનિગ્સ દરમિયાન તેમણે છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આ તે ક્રિકેટર છે. જે શ્રીલંકામાં ઈસ્ટરમાં થયેલા બોમ્બ ધમાકામાં માંડ બચ્યો હતો.
શનાકાની ઝડપી બેટિંગ
ગલ્ફ જાયન્ટસની ટીમે પહેલા બેટિંગ કરી 154 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. ત્યારબાદ તેના જવાબમાં દુબઈની ટીમે 110 રન બનાવવામાં 5 વિકેટ ગુમાવી હતી. હવે 23 બોલમાં 44 રનની જરુર હતી. દુબઈની મુશ્કિલ પીચ પર આ રન બનાવવા ખુબ મુશ્કિલ હતા. ત્યારે દસુન શનાકા બેટિંગ માટે આવ્યો અને ત્યારબાદ કોઈ બેટ્સમેન વધ્યો ન હતો. તેમણે 340 રનના સ્ટ્રાઈક રેટથી 10 બોલમાં તાબડતોડ 34 રન બનાવ્યા હતા. જે ખુબ મહ્તવના સાબિત થયા હતા. આ દરમિયાન તેમણે 3 ચોગ્ગા અને 3 સિક્સ પણ ફટકારી હતી અને પોતાની ટીમને આસાનીથી 8 બોલ બાકી રહેતા મેચ જીતાડી હતી.
Superb hit for 6️⃣!
Dasun Shanaka absolutely clobbered that! The ball never took flight but travelled the distance for one of the most sweetly timed flat sixes you’ll see!#DCvGG #DPWorldILT20 #AllInForCricket pic.twitter.com/NU2pi1Buzm
— International League T20 (@ILT20Official) January 23, 2025
તમને જણાવી દઈએ કે વર્ષ 2019 માં શ્રીલંકામાં ઇસ્ટરના પર બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં અંદાજે 300 લોકો માર્યા ગયા અને 500 થી વધુ ઘાયલ થયા હતા.શનાકાનો પરિવાર પણ આ ઘટનાનો શિકાર બન્યો હતો. તેની માતા અને દાદી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે આ ધમાકામાં માંડ માંડ બચ્યો હતો. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું આ તેના જીવનનો સૌથી ડરામણો અનુભવ હતો અને કહ્યું આને ક્યારે પણ ભૂલીશ નહિ.
હોપ રહ્યો મેચનો હીરો
શનાકા પહેલા શે હોયએ શાનદાર ઈનિગ્સ રમી હતી. ગલ્ફ જાયન્ટસ વિરુદ્ધ 154 રનનો ટાર્ગેટ પૂર્ણ કરવો દુબઈની ટીમ માટે મુશ્કિલ હતો. ટીમે 25 રનના સ્કોર પર એક વિકેટ ગુમાવી હતી. તો 41 રન પર બીજી અને 60 રન પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. અંતે હોપ રન બનાવતો રહ્યો. હોપે 39 બોલમાં 47 રન બનાવી ટીમનો સ્કોર 110 સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદના રન ટીમના કેપ્ટન સિંકદર રજા અને કામ શનાકે પૂર્ણ કર્યા હતા. શનાકે 10 બોલમાં 34 રન બનાવ્યા હતા. તો રજાએ 15 બોલમાં 173ની સ્ટ્રાઈક રેટથી 26 રન બનાવી મેચ જીતાડી હતી હોપની શાનદાર બેટિંગ માટે તેને પ્લયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.