જામનગરના ફલ્લા ગામમાં 365 દિવસ કરવામાં આવે છે ધ્વજવંદન, જુઓ Video

જામનગરના ફલ્લા ગામમાં 365 દિવસ કરવામાં આવે છે ધ્વજવંદન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2025 | 2:59 PM

પ્રજાસત્તાક પર્વ અને ગણતંત્ર દિવસ એટલે આપણા દેશના સૌથી મોટા તહેવાર છે. દેશભરમાં ગણતંત્રની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.  આ બંને દિવસે ઠેર-ઠેર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.

પ્રજાસત્તાક પર્વ અને ગણતંત્ર દિવસ એટલે આપણા દેશના સૌથી મોટા તહેવાર છે. દેશભરમાં ગણતંત્રની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.  આ બંને દિવસે ઠેર-ઠેર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. પરંતુ જામનગર જિલ્લાના ફલ્લા ગામમાં રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને ધ્વજવંદન કરવામાં આવે છે. એટલું જ નહીં ગામના રસ્તા, શેરીઓ, સંકુલ, ચોકને દેશના સપુતોના નામ આપવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતના મૈદાનમાં ગ્રામજનો, પંચાયતના કર્માચારી, રાષ્ટ્રપ્રેમી યુવાનો અને શાળાના બાળકો દ્રારા દૈનિક અહી ધ્વજવંદન કરવામાં આવે છે.

શાળા અને પંચાયતનું સંકુલ નજીક હોવાથી દૈનિક સવારે શાળામાં આવતા બાળકો શાળામાં અભ્યાસ શરૂ કરતા પહેલા ધ્વજવંદન કરે છે. રજા કે વેકેશનના સમયે ગામજનો, પંચાયતના કર્મચારીઓ સ્વૈચ્છાએ આ જવાબદારી નિભાવે છે. દૈનિક તિરંગાને સલામી દઈને બાળકો શાળાએ જાય છે.

g clip-path="url(#clip0_868_265)">