ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- પનામા કેનાલ લઈને જ રહીશું…પુતિને આપી ચેતવણી ‘હાથ પણ ના લગાવતા’

ટ્રમ્પે પનામા કેનાલ સાથે અમેરિકાના સંબંધોને વધુ ગાઢ બનાવ્યા અને કહ્યું કે તેના નિર્માણમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે પનામા કેનાલ લઈને જ રહીશું. આ નિવેદન બાદ રશિયાની પ્રતિક્રિયા સામે આવી છે, ત્યારે આ લેખમાં પનામા કેનાલ વિવાદ શું છે અને ટ્રમ્પ પનામા કેનાલ પર કેમ કબજો મેળવવા માંગે છે, તેના વિશે જાણીશું.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- પનામા કેનાલ લઈને જ રહીશું...પુતિને આપી ચેતવણી 'હાથ પણ ના લગાવતા'
Vladimir putin
Follow Us:
| Updated on: Jan 23, 2025 | 4:02 PM

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ તેમણે પોતાના ભાષણમાં અનેક જાહેરાતો કરી અને એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યા. જેણે વિશ્વના ઘણા દેશોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ જાહેરાતોમાં ટ્રમ્પે પનામા કેનાલ પર અમેરિકન નિયંત્રણ વિશે પણ વાત કરી.

ટ્રમ્પે પનામા કેનાલ સાથે અમેરિકાના સંબંધોને વધુ ગાઢ બનાવ્યા અને કહ્યું કે તેના નિર્માણમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે પનામા કેનાલ લઈને જ રહીશું. આ નિવેદન બાદ રશિયાની પ્રતિક્રિયા સામે આવી છે, ત્યારે આ લેખમાં પનામા કેનાલ વિવાદ શું છે અને ટ્રમ્પ પનામા કેનાલ પર કેમ કબજો મેળવવા માંગે છે, તેના વિશે જાણીશું.

પનામા લઈને જ રહીશું : ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પ વારંવાર મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ પનામા કેનાલની માલિકી પાછી લેવાની ધમકી આપી રહ્યા છે. અમેરિકાએ 1999માં આ કેનાલ પનામાને સોંપી હતી. ટ્રમ્પે પોતાના ભાષણમાં પનામાના કબજાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે પનામા કેનાલનો કબજો પાછો લેવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમેરિકન જહાજો પાસેથી નહેર પાર કરવા માટે અન્ય જહાજો કરતાં વધુ ચાર્જ લેવામાં આવે છે અને ખોટો દાવો કરવામાં આવ્યો છે કે નહેર પનામા દ્વારા નહીં પણ ચીન દ્વારા ચલાવવામાં આવે છે.

Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત
Expensive divorce : ઈન્ડિયાના સૌથી મોંઘા છૂટાછેડા આપનાર નવાઝ મોદી કોણ છે? જાણો
લાઈવ કોન્સર્ટ દરમિયાન સિંગરની તબિયત બગડી, જુઓ ફોટો
દાદીમાની વાતો : વડીલો રાત્રે સીટી વગાડવાની કેમ ના પાડે છે? તેની પાછળ શું છે લોજીક
રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ

ટ્રમ્પે કહ્યું કે, અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, જે ના થવું જોઈએ. પનામાએ અમને આપેલું વચન તોડ્યું છે. અમારા કરારનો હેતુ અને અમારી સંધિની ભાવનાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અમેરિકન જહાજો પાસેથી ખૂબ જ વધારે ફી વસૂલવામાં આવી રહી છે અને તેમની સાથે કોઈપણ રીતે ન્યાયી વર્તન કરવામાં આવતું નથી અને આમાં યુએસ નેવીનો પણ સમાવેશ થાય છે. આમાં સૌથી મોટી વાત એ છે કે ચીન પનામા નહેર ચલાવી રહ્યું છે અને અમે નહેર ચીનને આપી નથી, અમે તે પનામાને આપી છે અને અમે તેને પાછી લેવા જઈ રહ્યા છીએ.

પનામા કેનાલ પર નિયંત્રણ મેળવવાનું વિચારશો પણ નહીં : રશિયા

ડોનાલ્ડ ટ્રમ્પના પનામા કેનાલને પાછી મેળવવાના નિવેદનને લઈને વ્લાદિમીર પુતિને નહીં પણ તેમના વતી રશિયાના વિદેશ મંત્રાલયે ચેતવણી આપી છે કે, પનામા કેનાલ પર નિયંત્રણ મેળવવાનું વિચારશો પણ નહીં. પનામા કેનાલ કાયદેસર રીતે પનામાની છે અને લશ્કરી કે આર્થિક દબાણ દ્વારા તેને પાછી લેવાના પ્રયાસ કરવામાં ના આવે. અમે આશા રાખીએ છીએ કે પનામાના નેતૃત્વ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અપેક્ષિત ચર્ચા દરમિયાન બંને પક્ષો પનામા કેનાલના નિયંત્રણના મુદ્દા પર ચર્ચા કરશે.

રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે આ મુખ્ય જળમાર્ગ પર હાલના આંતરરાષ્ટ્રીય કાનૂની શાસનનું સન્માન કરીશું.રશિયા પનામા કેનાલની કાયમી તટસ્થતા જાળવવાની તેની જવાબદારીઓને પુષ્ટી કરે છે, આ આંતરરાષ્ટ્રીય પરિવહન જળમાર્ગને સલામત અને ખુલ્લો રાખવાની હિમાયત કરે છે અને ઉમેર્યું કે અમેરિકાએ પનામાના આંતરિક ભાગને સુરક્ષિત રાખવાનું મહત્વ ઓળખવું જોઈએ. આવી બાબતોમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી.

પનામા નહેર એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડે છે અને તે અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ વેપાર માર્ગોમાંનો એક છે, દેશના લગભગ 40 ટકા કન્ટેનર જહાજો તેમાંથી પસાર થાય છે.

US President Donald Trump statements on Panama Canal russia Reacts Vladimir putin

Panama Canal

પનામા કેનાલનો ઈતિહાસ

એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડતી નહેરનો વિચાર 16મી સદીનો છે, જ્યારે સ્પેનિશ સંશોધકોએ આ માર્ગના વ્યૂહાત્મક ફાયદાઓને માન્યતા આપી હતી. જો કે, 20મી સદીની શરૂઆત સુધી, રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટના નેતૃત્વ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ પનામા પ્રોજેક્ટ પૂર્ણ કરી શક્યું ન હતું.

પનામા પહેલા કોલંબિયાનું ગુલામ હતું પરંતુ અમેરિકાની મદદથી તે આઝાદ થયું અને બદલામાં અમેરિકાને 1904માં પનામા કેનાલ બનાવવાનો અધિકાર મળ્યો. આ નહેર 1914માં પૂર્ણ થઈ હતી અને દાયકાઓ સુધી યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેનાથી વૈશ્વિક દરિયાઈ વેપાર પર તેનું વર્ચસ્વ મજબૂત બન્યું. વિશ્વયુદ્ધ અને શીતયુદ્ધ બંને દરમિયાન આ કેનાલથી યુનાઇટેડ સ્ટેટ્સને ઘણો ફાયદો થયો. યુએસ નૌકાદળ અને તેના વેપારી જહાજો પનામા નહેરમાંથી ઝડપથી મુસાફરી કરી શક્યા.

પનામાએ નહેરનો નિયંત્રણ અમેરિકાને આપ્યો હોવા છતાં આ વ્યવસ્થા બંને દેશો વચ્ચે વિવાદાસ્પદ રહી. પનામાના લોકો નહેર પર અમેરિકાના નિયંત્રણને તેમની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન માનતા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે દાયકાઓ સુધી વિરોધ અને વાટાઘાટો થઈ હતી.

1977માં યુનાઇટેડ સ્ટેટ્સ અને પનામા વચ્ચે કાર્ટર-ટોરિજોસ સંધિ પર હસ્તાક્ષર થયા હતા, જે હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સે 1999ના અંત સુધીમાં નહેરનું નિયંત્રણ પનામાને સોંપી દીધું હતું. પનામાએ 31 ડિસેમ્બર, 1999ના રોજ નહેરનો નિયંત્રણ સંભાળ્યું અને પનામા કેનાલ ઓથોરિટી (ACP) હવે નહેરનું સંચાલન કરે છે.

પનામા કેનાલા અમેરિકા માટે કેમ મહત્વપૂર્ણ ?

પનામા કેનાલ અમેરિકા માટે વ્યાપારી અને રાજદ્વારી દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, હવે ચીન અહીં પ્રભુત્વ ધરાવે છે. પનામામાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ ચીની કંપનીઓ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. પનામા કેનાલના 5 મુખ્ય ઝોન પણ ચીની કંપનીઓ દ્વારા નિયંત્રિત છે. ચીને પનામા સિટી પર સૌથી મોટો પુલ બનાવ્યો છે. અમેરિકા કહે છે કે પનામામાંથી પસાર થતા તેના જહાજો પર અનેક ગણી ફી વસૂલવામાં આવે છે. અમેરિકાના 75 ટકા માલવાહક જહાજો પનામા કેનાલમાંથી પસાર થાય છે. અમેરિકા તેનો 14 ટકા વેપાર પનામા કેનાલ રૂટ દ્વારા કરે છે. જે લગભગ 270 બિલિયન ડોલરનો વ્યવસાય છે.

આજની તારીખે દર વર્ષે 14,000 જહાજો પનામા કેનાલમાંથી પસાર થાય છે. જે વિશ્વના દરિયાઈ વેપારના 6 ટકા છે. આ માર્ગનો ઉપયોગ અમેરિકા સૌથી વધુ કરે છે. અમેરિકાએ 1914માં દરિયાઈ વેપાર વધારવા માટે તેનું નિર્માણ કર્યું હતું. ત્યારથી અમેરિકા પનામા કેનાલ પર નિયંત્રણ હતું, પરંતુ 1999માં અમેરિકાએ આ કેનાલ પનામાને પાછી સોંપી દીધી. જે પછી પનામા પ્રજાસત્તાક ચીનની નજીક આવવા લાગ્યું. ચીનીઓ અહીં પોતાનું રોકાણ વધારતા રહ્યા. ચીની કંપનીઓને પનામા પ્રોજેક્ટ્સ મળતા રહ્યા. તેથી અમેરિકાનો પ્રભાવ પણ ઓછો થયો. અમેરિકાને ડર છે કે જો ચીનનો પ્રભાવ વધુ વધશે તો ચીન અમેરિકા માટે આ રસ્તો બંધ કરી શકે છે. આ જ કારણ છે કે અમેરિકા પનામા નહેર પાછી લેવા માંગે છે.

ટ્રમ્પ કેનાલ પર કબજો મેળવશે તો શું થશે ?

21મી સદીમાં પનામા કેનાલ એક મહત્વપૂર્ણ આર્થિક અને વ્યૂહાત્મક સંપત્તિ છે. ચીનના પ્રભાવ અંગે ટ્રમ્પની ચિંતાઓ પાયાવિહોણી નથી છતાં નહેર પર ફરીથી નિયંત્રણ મેળવવું ખૂબ જ અશક્ય લાગે છે. જો ટ્રમ્પ આવું કરવાનો પ્રયાસ કરશે, તો તેમને રાજકીય અને આર્થિક પરિણામોનો સામનો કરવો પડશે, તેથી તેમણે આનો વિચાર કરવો પડશે.

હાલ પૂરતી આ નહેર વૈશ્વિક રાજકારણમાં બદલાતા સત્તા સંતુલનની યાદ અપાવે છે. શું અમેરિકા કડક પગલાં લીધા વિના પનામામાં ચીનના પ્રભાવનો સામનો કરી શકશે તે એક પ્રશ્ન છે.પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તેના નિર્માણના એક સદી કરતાં વધુ સમય પછી પણ નહેર વૈશ્વિક પ્રભુત્વ માટેના સંઘર્ષનું કેન્દ્ર બની રહી છે.

g clip-path="url(#clip0_868_265)">