AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બજેટ અંદાજપત્ર

બજેટ અંદાજપત્ર

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે.

સરકાર જે ‘બજેટ’ રજૂ કરે છે તેનો સીધો અર્થ એ છે કે તે ક્યાંથી નાણાં એકત્ર કરશે અને ક્યાં ખર્ચ કરશે ? મૂળભૂત રીતે બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘Bougette’ પરથી આવ્યો છે.

સામાન્ય ભાષામાં તેનો અર્થ ‘નાની થેલી’ થાય છે. કદાચ આ જ કારણ છે કે નાણા પ્રધાન દેશ કે રાજ્યનું બજેટ રજૂ કરવા માટે ‘નાની ચામડાની થેલી’ લઈને સંસદ કે વિધાનસભામાં પ્રવેશે છે. વર્તમાન મોદી સરકારમાં ‘ચામડાની થેલી’ ગાયબ થઈ ગઈ છે અને તેનું સ્થાન ‘લાલ રંગના કાપડની થેલી’ અને ‘ડિજિટલ ટેબલેટ’એ લીધું છે.

ભારતમાં બજેટનો ઈતિહાસ 1860થી શરૂ થાય છે. અગાઉ કેન્દ્ર સરકાર દર વર્ષે ફેબ્રુઆરીની છેલ્લી તારીખે સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરતી હતી. ત્યારપછી 1999થી તે સવારે 11 વાગ્યે રજૂ થવાનું શરૂ થયું. 2014માં નરેન્દ્ર મોદી સરકારે તેની તારીખ બદલીને દર વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે.

 

Read More

બજેટમાં થશે ‘મોટું એલાન’! ચાંદી અને તાંબાને લઈને મોટા સમાચાર બહાર આવી શકે છે, રોકાણકારોની નજર આ એક એક નિર્ણય પર

બજેટમાં ચાંદી અને કોપરને લઈને મોટું એલાન કરવામાં આવી શકે છે. આ સંદર્ભમાં ઉદ્યોગ જગતમાં અને રોકાણકારોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. ટૂંકમાં બજેટ 2026 માં આ સ્પેશિયલ એલાન મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

Budget 2026: બજેટ બનાવવા માટે સરકાર પાસે અબજો રુપિયા ક્યાંથી આવે છે? જાણો અહીં

બજેટ ફક્ત ખર્ચની યાદી નથી, તે સરકારની કમાણીનો પણ હિસાબ છે. રસપ્રદ વાત એ છે કે સરકારની આવકનો સ્ત્રોત ફક્ત તમારા ટેક્સ નથી; સરકારના ખજાનાને ભરવાના બીજા ઘણા રસ્તાઓ છે.

Breaking News: 26 વર્ષમાં પહેલી વાર! આ વખતે રવિવારે રજૂ થશે ‘Budget 2026’, ‘નિર્મલા સીતારમણ’ મોરારજી દેસાઈના રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર

26 વર્ષમાં પહેલી વાર આ વખતનું સામાન્ય બજેટ રવિવારે રજૂ થવાનું છે. બીજું કે, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ મોરારજી દેસાઈના રેકોર્ડથી માત્ર એક પગલું દૂર છે અને આ બજેટ સાથે તે ઇતિહાસ રચવાની નજીક પહોંચી શકે છે.

Budget 2026: નાણામંત્રીના ‘પિટારા’માંથી શું નીકળશે ? મધ્યમ વર્ગની આવી છે માગ, જાણો

આગામી કેન્દ્રીય બજેટ 2026-27 મધ્યમ વર્ગ માટે અત્યંત મહત્વનું છે. પગારદાર અને કરદાતાઓ, હોમ લોન સહિતના મુદ્દાઓ પર બહાર મુકાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Budget 2026: બજેટને લઈ મોટું સસ્પેન્સ ! 1 ફેબ્રુઆરી રવિવાર છે તો શું બજેટની તારીખ બદલાશે?

કેન્દ્રીય બજેટ 2026, 1 ફેબ્રુઆરી રવિવારના રોજ રજૂ થવાની સંભાવના છે. જોકે રવિવાર હોવાના કારણે લોકોમાં અસમંજસ છે કે શું રવિવારે બજેટ રજૂ થશે.

જનતાના અભિપ્રાય સાથે બનશે કેન્દ્રીય બજેટ 2026, નાણાં મંત્રાલયે શરૂ કરી પ્રી-બજેટ પ્રક્રિયા

કેન્દ્રીય બજેટ 2026 માટે નાણાં મંત્રાલયે પ્રી-બજેટ પ્રક્રિયા શરૂ કરી છે. MyGovIndia દ્વારા સામાન્ય નાગરિકો પાસેથી સૂચનો આમંત્રિત કરાયા છે જેથી જનભાવનાને મહત્વ આપી શકાય.

આવી ગઈ તારીખ, બજેટ 2026 ની તૈયારી આ દિવસથી થશે શરૂ, આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાશે..

નાણા મંત્રાલય 9 ઓક્ટોબરથી 2026-27 માટે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરશે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ભારતીય માલ પર 50 ટકા યુએસ ડ્યુટી વચ્ચે બજેટની તૈયારીઓ શરૂ થવા જઈ રહી છે. આગામી વર્ષના બજેટમાં માંગ વધારવા, રોજગાર સર્જન કરવા અને અર્થતંત્રને આઠ ટકાથી વધુ ટકાઉ વિકાસ દર પર લાવવાના મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે.

લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહેનારાને ઝટકો, 18% GST ચુકવવો પડશે

જો તમે પણ કોઈ પણ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહેતા લોકોને મોટો ઝટકો લાગ્યો છે. નવા નાણાકીય વર્ષ 2025-2026ના બજેટમાં હાઉસિંગ સોસાયટીઓને પણ GST હેઠળ આવરી લેવાઈ છે. સોસાયટીના સભ્યો પાસેથી વસૂલાતા મેન્ટેન્સન ઉપર GST લેવાશે. જેના કારણે સોસાયટીએ પણ GST રિટર્ન પણ ફાઇલ કરવા પડશે.

Gujarat Budget 2025 : ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, હાઈસ્પીડ કોરિડોર બનાવાશે

ઉત્તર ગુજરાત કે જ્યાં સમુદ્ર કાંઠો નથી તેવા વિસ્તારને નમોશક્તિ એક્સપ્રેસ-વે દ્વારા સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના શહેરો સાથે જોડી દેવાની યોજના આકાર પામશે. જેના કારણે ગુજરાતના કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસને વધુ વેગ મળશે.

Budget Analysis: 2024ની સરખામણીએ ગુજરાતને 2025માં વધારે શું મળ્યું છે, આ વખતનું બજેટ છે અલગ

Budget Comparison: ગુજરાત સરકારના 2025-2026ના બજેટમાં 2024-2025ની સરખામણીમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ બજેટમાં ઘણી નવી યોજનાઓ ઉમેરવા અને કેટલીક હાલની યોજનાઓના બજેટમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહીં મુખ્ય તફાવતો આપેલા છે જે તમે જોઈ શકો છો.

નાણાંમંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને CM ભૂપેન્દ્ર પટેલે અવકાર્યું, જુઓ Video

2025-26 ના ગુજરાત બજેટમાં "વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું" નો ઉલ્લેખ છે. ₹50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડની સ્થાપના, નવા એક્સપ્રેસ-વે, શહેરી વિકાસ, આદિવાસી કલ્યાણ અને પોષણ ક્ષેત્રે મોટી ફાળવણી કરવામાં આવી છે.

Gujarat Budget 2025-26: ગુજરાત બજેટમાં સરકારે કરી અનેક નવી યોજનાની લહાણી,જાણો તમારે માટે શું છે ?

ગુજરાત સરકારે 2025-26 ના બજેટમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, કૃષિ, રોજગાર, પર્યાવરણ અને આધુનિક ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી પહેલ કરી છે.આવો જાણીએ તમામ યોજના.

Gujarat Budget 2025: 81 લાખથી વધુ લાભાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ ! ગુજરાત બજેટમાં શિક્ષણને લઈને મોટી જાહેરાત

સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹4827 કરોડની જોગવાઇ કરી છે.

Gujarat Budget 2025-26: મહિલા સશક્તિકરણ માટે રોજગાર, એજ્યુકેશન વગેરે માટે ફાળવાયું ‘કરોડો’નું બજેટ

Gujarat Budget 2025: મહિલા સશક્તિકરણ માટે કુલ બજેટ: મહિલા કલ્યાણ અને સશક્તિકરણ યોજનાઓ માટે ₹1000 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા શિક્ષણ, રોજગાર, આરોગ્ય, સુરક્ષા અને આત્મનિર્ભરતાને પ્રાથમિકતા આપી છે. સરકારનો ધ્યેયએ છે કે મહિલાઓ આત્મનિર્ભર બને, સ્વરોજગારની તકો વધે અને તેમની સામાજિક સુરક્ષાને મજબૂત બને.

Gujarat Budget 2025: ગુજરાતમાં શહેરી વિસ્તારોના વિકાસ માટે બજેટમાં ₹30,325 કરોડ ફાળવણી

આ વિકાસયાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરું છું. આ માટે શહેરી વિભાગનું બજેટ આશરે 40% વધારીને ₹30,325 કરોડ કરવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">