ધનતેરસના દિવસે ઈષ્ટદેવની પૂજા-અર્ચના કરી રિવાબા જાડેજાએ સંભાળ્યો શિક્ષણ રાજ્યમંત્રીનો પદભાર- Video
રાજ્યના સૌથી યુવા મંત્રી રિવાબા જાડેજાએ ધનતેરસના દિવસે સવારે ઈષ્ટદેવની પૂજા-અર્ચના કરી શુભ મૂહુર્ત માં શિક્ષણ રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો છે અને આ સાથે રાજ્યના શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જવાનો અને જે કંઈ ત્રુટીઓ જણાય તેને દૂર કરવાનો સંકલ્પ લીધો છે.
શિક્ષણ રાજ્યમંત્રી તરીકે રાજ્યના સૌથી યુવા અને લોકપ્રિય ધારાસભ્ય રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રીપદનો ચાર્જ સંભાળ્યો અને શિક્ષણને ઉચ્ચ સ્તરે લઇ જવાનો સંકલ્પ લીધો. શિક્ષણ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા રીવાબા જાડેજાએ ધનતેરસના દિવસે વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળવા આવ્યા ત્યારે રીવાબા જાડેજાએ સ્વર્ણિમ સંકુલમાં VIP ગેટના બદલે સામાન્ય લોકોની જેમ એન્ટ્ર લીધી હતી.
રીવાબા જાડેજાએ મંત્રીપદનો ચાર્જ સંભાળ્યો ત્યારે દીકરી નિધ્યાનાબા અને પતિ રવીન્દ્ર જાડેજા પણ હાજર રહ્યા હતા. ચેમ્બરમાં પ્રવેશ કરતા પહેલા બંનેની રાહ જોઈ હતી. ચેમ્બરમાં પૂજા અર્ચના કરી ટેબલ પર સ્વસ્તિક કર્યો હતો. ગુજરાતના શિક્ષણના ઉચ્ચ સ્તરે લઇ જવાનો તેમજ જે કંઈ ત્રુટીઓ જણાય તેને દૂર કરવાનો સંકલ્પ લીધો છે.
આ તકે તેમના પતિ અને ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ તેમને અભિનંદન પાઠવી અને લોકોના વિશ્વાસમાં ખરા ઉતરે તેવી આશા વ્યક્ત કરી હતી.