AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બદલાની આગમાં બધું ‘રાખ’ કરવાની તૈયારી! ઈરાનની આ એક ધમકી અને તેલના ભાવમાં આવેલો ભયાનક ઉછાળો બધું જ બરબાદ કરી દેશે

શું દુનિયાના અર્થતંત્ર પર 'બ્લેકઆઉટ'નો ખતરો મંડરાઈ રહ્યો છે? ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ ભીષણ જંગે હવે એક એવો વળાંક લીધો છે કે, જે આખી દુનિયાને અંધકારમાં ધકેલી શકે છે.

Breaking News: બદલાની આગમાં બધું 'રાખ' કરવાની તૈયારી! ઈરાનની આ એક ધમકી અને તેલના ભાવમાં આવેલો ભયાનક ઉછાળો બધું જ બરબાદ કરી દેશે
| Updated on: Mar 14, 2026 | 5:25 PM
Share

ઇઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા 15 દિવસના ભીષણ જંગ વચ્ચે ઈરાને અમેરિકાને મોટી ધમકી આપી છે. ઈરાને કહ્યું છે કે, તે અમેરિકા સાથે જોડાયેલી તેલ સુવિધાઓને “રાખનો ઢગલો” બનાવી દેશે. આશરે બે અઠવાડિયા પહેલા મધ્ય-પૂર્વમાં શરૂ થયેલું યુદ્ધ હવે વૈશ્વિક તેલ સંકટનું મોટું કારણ બની ગયું છે. વિશ્વના અનેક દેશોમાં ઊર્જાનું ભારે સંકટ ઊભું થયું છે અને સાથે જ તેલની કિંમતો વધી રહી છે.

ઈરાને ચેતવણી આપી છે કે, જો તેના તેલ માળખા પર હુમલા ચાલુ રહેશે, તો મિડલ-ઈસ્ટ ક્ષેત્રમાં અમેરિકી કંપનીઓ સાથે જોડાયેલી તમામ મુખ્ય તેલ અને ઊર્જા સુવિધાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવશે, જેનાથી તે “રાખનો ઢગલો” બની જશે. આ ધમકી એવા સમયે આવી છે, જ્યારે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું બે અઠવાડિયા જૂનું યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે તેલની કિંમતોમાં ભારે ઉછાળો અને સંકટનું કારણ બની ચૂક્યું છે.

મુજ્તબા ખામેનેઈએ આપી ખુલ્લી ધમકી

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈએ એક દિવસ પહેલા જાહેર કરેલા નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, તેઓ તેમના પિતા સૈયદ આયાતુલ્લા અલી ખામેનેઈની શહાદતનો બદલો લેશે અને હોર્મુઝ માર્ગને બંધ રાખશે. આ દરમિયાન, ઈરાની અધિકારીઓએ માહિતી આપી હતી કે, હોર્મુઝ સામુદ્રધુનીની નાકાબંધી અને પ્રાદેશિક હુમલાઓને કારણે વિશ્વના પાંચમા ભાગથી વધુ તેલ વેપાર પ્રભાવિત થઈ રહ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.

વિશ્લેષકોનું માનવું છે કે, જો સ્થિતિ વધુ બગડશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડી શકે છે, જેમાં ભારત જેવા મોટા તેલ આયાતકાર દેશો પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે.

આખી દુનિયાની ઊંઘ ઊડી! આ કોઈ સામાન્ય ચેતવણી નથી… જો હોર્મુઝનો રસ્તો 8 અઠવાડિયા બંધ રહ્યો, તો તેલના ભાવમાં થશે ‘મહાવિસ્ફોટ’

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">