AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એક પણ મેચ ન રમે તો પણ કેમ મળે છે કરોડો રૂપિયા, જાણો BCCI-IPL નો શું છે નિયમ?

IPL દુનિયાની સૌથી લોકપ્રિય અને મોંઘી T20 લીગ છે, જ્યાં ખેલાડીઓને કરોડોમાં પગાર મળે છે. પરંતુ ઘણીવાર કોઈ ખેલાડી ઇજાગ્રસ્ત થવાના કારણે આખી સિઝન રમતો નથી. તેમ છતાં કેટલાક ખેલાડીઓને તેમનો સંપૂર્ણ પગાર મળી જાય છે. તેની પાછળ BCCI અને IPL દ્વારા બનાવવામાં આવેલા ખાસ નિયમો જવાબદાર છે.

Breaking News: એક પણ મેચ ન રમે તો પણ કેમ મળે છે કરોડો રૂપિયા, જાણો BCCI-IPL નો શું છે નિયમ?
Harshit RanaImage Credit source: PTI
| Updated on: Mar 14, 2026 | 5:02 PM
Share

IPL માં ખેલાડીઓનો પગાર ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા નક્કી થાય છે, જે ઓક્શન દરમિયાન ખેલાડીઓને ખરીદે છે. પરંતુ જો કોઈ ખેલાડી ભારતીય ટીમનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થાય છે, તો તેના માટે અલગ જ નીતિ લાગુ પડે છે. આવા કેસમાં ખેલાડીને IPL નો પગાર મળવાની વ્યવસ્થા BCCI દ્વારા કરવામાં આવી છે.

IPL માં ખેલાડીઓની સેલરી અંગે BCCIનો નિયમ

BCCI ના નિયમ મુજબ, જો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતો ભારતીય ખેલાડી આંતરરાષ્ટ્રીય કે પ્રેક્ટિસ મેચ રમતા સમયે ઇજાગ્રસ્ત થાય અને તેના કારણે IPL સિઝન ચૂકી જાય, તો તેને તેની સંપૂર્ણ સેલેરી આપવામાં આવે છે. આ રકમ ફ્રેન્ચાઇઝી નહીં પરંતુ BCCI ચૂકવે છે. આ નિયમનો ઉદ્દેશ ખેલાડીઓની આર્થિક સુરક્ષા જાળવવાનો છે.

ખેલાડીઓને નુકસાન ન થાય તે માટે નિયમ

આ નિયમ વર્ષ 2011 થી અમલમાં છે. BCCI એ ખેલાડીઓને સુરક્ષા આપવા માટે આ વ્યવસ્થા શરૂ કરી હતી, કારણ કે ઘણા ખેલાડીઓ દેશ માટે રમતા સમયે ઇજાગ્રસ્ત થઈ જતા હતા અને પછી IPL માં રમવા અસમર્થ બનતા હતા. આવા સમયમાં ખેલાડીઓને આર્થિક નુકસાન ન થાય તે માટે આ નિયમ બનાવાયો હતો.

મેદાનમાં ઉતર્યા વિના કમાણી

આ નિયમનો લાભ અગાઉ કેટલાક ફેમસ ખેલાડીઓ પણ લઈ ચૂક્યા છે. ઇજાના કારણે IPL ચૂકી ગયેલા ખેલાડીઓને BCCI દ્વારા તેમની સંપૂર્ણ સેલેરી આપવામાં આવી છે. તેથી ખેલાડી ટીમ માટે મેદાનમાં ઉતરી ન શકે તો પણ તેની કમાણી પર કોઈ અસર પડતી નથી.

ક્યા કિસ્સામાં BCCI ખર્ચ ઉઠાવતી નથી

પરંતુ દરેક ખેલાડી માટે આ નિયમ લાગુ પડતો નથી. જો કોઈ ખેલાડી ફ્રેન્ચાઇઝી માટે પ્રેક્ટિસ કરતી વખતે અથવા વ્યક્તિગત કારણોસર ઇજાગ્રસ્ત થાય, તો એ સ્થિતિમાં BCCI આ ખર્ચ ઉઠાવતી નથી. આવા કેસમાં ટીમ અને ખેલાડી વચ્ચેના કરાર મુજબ પગાર વિશે નિર્ણય લેવામાં આવે છે.

આવું થાય તો પૂરો પગાર મળવાની ખાતરી નથી

તે ઉપરાંત જો કોઈ ખેલાડી વ્યક્તિગત કારણોસર અથવા શિસ્તભંગના કારણે સિઝનમાંથી બહાર થાય, તો તેને સંપૂર્ણ પગાર મળવાની ખાતરી રહેતી નથી. એટલે IPL અને BCCI બંનેના નિયમો ખેલાડીઓની સુરક્ષા સાથે સાથે જવાબદારી પણ નક્કી કરે છે.

Breaking News: T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સ્ટાર ભારતીય ખેલાડી વૈષ્ણો દેવી મંદિર પહોંચ્યો, દેવી પાસેથી આશીર્વાદ માંગ્યા

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">