AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: એમએસ ધોનીનું આ છેલ્લું IPL હોઈ શકે! પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો દાવો

IPL 2026 શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસો બાકી છે અને એ સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની નિવૃત્તિ અંગેની ચર્ચાઓ ફરી જોર પકડી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના CEO દ્વારા ધોની આખી સિઝનમાં ઉપલબ્ધ રહેશે તેવી પુષ્ટિ વચ્ચે, ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ધોનીના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

| Updated on: Mar 14, 2026 | 9:58 PM
Share
IPL 2026 પહેલા ફરી એકવાર એમએસ ધોનીની નિવૃત્તિ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાસી વિશ્વનાથને સ્પષ્ટ કર્યું છે કે ધોની આવનારી સિઝનની તમામ મેચો માટે ઉપલબ્ધ રહેશે. તેમ છતાં ક્રિકેટ જગતમાં ધોની આ સિઝન પછી રમશે કે નહીં તે અંગે અટકળો સતત ચાલી રહી છે.

1 / 6
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ આ મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે. એક શોમાં બોલતા તેણે કહ્યું કે IPL 2026 કદાચ ધોનીની છેલ્લી સિઝન બની શકે છે. ઉથપ્પાના જણાવ્યા મુજબ, હવે ધોની મેદાનમાં ખેલાડી કરતા વધુ મેન્ટર તરીકે ટીમને મદદ કરતો જોવા મળી શકે છે.

2 / 6
ઉથપ્પાએ વધુમાં કહ્યું કે આ સિઝનમાં ધોનીની બેટિંગ પોઝિશનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. તેના મત મુજબ ધોનીને સાતમા નહીં પરંતુ આઠમા ક્રમે બેટિંગ કરતા જોઈ શકાય છે. આથી સ્પષ્ટ થાય છે કે ટીમમાં તેની ભૂમિકા હવે પહેલા જેવી આક્રમક નહીં પરંતુ સહાયક અને મેન્ટરની બની શકે છે.

3 / 6
આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં કેટલાક નવા ફેરફારો પણ જોવા મળી રહ્યા છે. સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન ટીમનો ભાગ બનતા ટીમનું સંતુલન બદલાઈ શકે છે. સેમસનના આગમનથી ધોની પરનો વર્કલોડ પણ થોડો ઓછો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

4 / 6
આ મુદ્દે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે અગાઉ પણ આગાહી કરી હતી. તેના કહેવા મુજબ, ધોની IPL 2026 પછી કદાચ ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે. જોકે, તેણે એ પણ ઉમેર્યું હતું કે ધોની વિના ચેન્નાઈ સુપર કિંગ્સ અને IPL ની કલ્પના કરવી ક્રિકેટપ્રેમીઓ માટે ખૂબ મુશ્કેલ રહેશે.

5 / 6
ધોનીની બેટિંગ પોઝિશન પર નજર કરીએ તો છેલ્લા કેટલાક સિઝનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. IPL 2024 પછી ધોની માત્ર ત્રણ વખત જ પાંચમા કે તેના ઉપરના ક્રમે બેટિંગ કરવા આવ્યો છે. IPL 2025 દરમિયાન તો તે બે વખત નવમા ક્રમે બેટિંગ કરવા પણ આવ્યો હતો, જે નંબર પર સામાન્ય રીતે બોલરો રમવા આવે છે. (PC:PTI/X)

6 / 6

Breaking News: ICC એ પાકિસ્તાનના T20 કેપ્ટનને ફટકારી સજા, બાંગ્લાદેશ સામેની હરકત ભારે પડી

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય

ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'

AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી

પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી

તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે

g clip-path="url(#clip0_868_265)">