AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, પરિવાર અને સમાજની મધ્યસ્થી બાદ લીધો નિર્ણય

લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ઉભો થયેલો વિવાદ હવે શાંત થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના લગ્નને લઈને સમાજમાં વિરોધ થઈ રહ્યો હતો, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. હવે કિંજલ રબારી ઘરે પરત ફરતા સમગ્ર વિવાદનો અંત આવ્યો હોવાનું માનવામાં આવે છે.

Breaking News: પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, પરિવાર અને સમાજની મધ્યસ્થી બાદ લીધો નિર્ણય
kinjal rabari
| Updated on: Mar 14, 2026 | 1:50 PM
Share

પાટણ જિલ્લામાં જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ઉભો થયેલો વિવાદ હવે શાંત થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના લગ્નને લઈને સમાજમાં વિરોધ થઈ રહ્યો હતો, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. હવે કિંજલ રબારી ઘરે પરત ફરતા સમગ્ર વિવાદનો અંત આવ્યો હોવાનું માનવામાં આવે છે.

કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો

ગુજરાતી ફેમસ સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને મોટો વિવાદ સામે આવ્યો હતો. જે બાદ આજે આખરે આ વિવાદ સમેટાયો છે. કિંજલ રબારી ઘરે પરત આવતા વિવાદનો અંત આવ્યો છે. કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેને લઈને પરિવાર અને રબારી સમાજમાં ભારે રોષ અને વિરોધ જોવા મળ્યો હતો. હવે આગેવાનો અને પરિવારજનોની મધ્યસ્થીથી કિંજલ રબારી તેને ઘરે પરત ફરી છે.

સમાજ અને પરિવારે કર્યો હતો વિરોધ

રાધનપુરના સિનાડ ગામે જન્મેલી કિંજલ રબારીના પ્રેમ લગ્ન ગુજરાતભરમાં ચર્ચાનું કારણ બન્યા હતા. બીજા સમાજના યુવક સાથે લગ્ન કર્યા બાદ કિંજલે સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલાસો કર્યો હતો. જે બાદ સમાજ અને પરિવારે ભારે વિરોધ કર્યો હતો. વિરોધ બાદ કિંજલ રબારીએ પોતાના અને તેના પતિના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણ માંગ્યું હતુ. જોકે હવે કિંજલ પોતાના પિતાના ઘરે પાછી આવી ગઈ છે.

સમાજ અને પરિવારની મધ્યસ્થીથી કિંજલ રબારી ઘરે પરત ફરી

સમાજ અને પરિવારની મધ્યસ્થીથી કિંજલ રબારીને તેમના પરિવારને તો અશોકને તેના પરિવારને સોંપાયા છે. આ સાથે જ કિંજલે ઇન્સ્ટાગ્રામ પર લગ્ન કર્યોનો ખુલાસો કરતી પોસ્ટ મુકેલી બન્ને પોસ્ટ ડિલિટ કરી છે. કિંગલ રબારીએ મરજીથી લગ્ન કર્યા છે તેવો ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો, તે પણ ડિલિટ કરી દેવામાં આવ્યો છે. આખરે આગેવાનો અને પરિવારજનોની મધ્યસ્થી બાદ સમાધાન આવ્યું અને કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી. બંને પક્ષ વચ્ચે વાતચીતથી ઉકેલ આવતા હાલ પરિસ્થિતિ સામાન્ય બની છે અને ગામમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.

LPG Gas Cylinder Storage Rules Breaking : ઘરમાં કેટલા LPG સિલિન્ડર રાખી શકો? નિયમ તોડશો તો થઈ શકે જેલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">