AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કુલદીપ યાદવે વંશિકા સાથે લીધા સાત ફેરા, લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરી છે. તેણે ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન મસૂરીમાં તેની ફિયાન્સે વંશિકા સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં પરિવારજનો, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Breaking News: કુલદીપ યાદવે વંશિકા સાથે લીધા સાત ફેરા, લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
kuldeep yadav weddingImage Credit source: X/INSTAGRAM
| Updated on: Mar 14, 2026 | 10:23 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે શનિવારે મસૂરીમાં તેની ફિયાન્સે વંશિકા સાથે સાત ફેરા લીધા. આ ભવ્ય લગ્ન સમારોહ મસૂરીની ફેમસ સેવોય હોટેલમાં યોજાયો હતો. કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાયેલા આ શાહી લગ્નમાં પરિવારના સભ્યો, મિત્રો અને ક્રિકેટ જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

કુલદીપ-વંશિકાના લગ્ન

લગ્ન પહેલા શુક્રવાર, 13 માર્ચે હલ્દી અને મહેંદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને પરિવારોના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. હલ્દી અને મહેંદીના કાર્યક્રમમાં ખુશીના માહોલ વચ્ચે સંગીત અને નૃત્યનો આનંદ પણ માણવામાં આવ્યો હતો.

કુલદીપ યાદવનો વરઘોડો

લગ્નના દિવસે કુલદીપ યાદવ પરંપરાગત અંદાજમાં ઘોડી પર સવાર થઈને વરઘોડોનું નેતૃત્વ કરતો જોવા મળ્યો હતો. વરઘોડાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નાચતા જોવા મળે છે.

ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ હાજર

આ સમારોહમાં ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ હાજર રહ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ હલ્દી સમારંભ દરમિયાન મસ્તી કરતા જોવા મળ્યા હતા. રિંકુ સિંહ પોતાની ફિયાન્સે પ્રિયા સરોજ સાથે લગ્નમાં પહોંચ્યો હતો, જ્યારે ભુવનેશ્વર કુમાર પણ પોતાની પત્ની સાથે લગ્નમાં હાજર રહ્યો હતો. ઉપરાંત તિલક વર્મા અને મોહમ્મદ કૈફ સહિત અનેક જાણીતા ચહેરાઓએ હાજરી આપી હતી.

પરંપરાગત વિધિઓ મોડી રાત સુધી ચાલી

લગ્નની મુખ્ય વિધિઓ સાંજે લગભગ 4 વાગ્યે શરૂ થઈ હતી. સેવોય હોટેલના સેન્ટ્રલ લોનમાં પહેલા વરમાળાની વિધિ યોજાઈ, ત્યારબાદ પરંપરાગત રીતે સાત ફેરા લેવામાં આવ્યા. સાંજે પાઘડી બાંધવાની વિધિ પણ યોજાઈ હતી અને ત્યારબાદ અન્ય પરંપરાગત વિધિઓ મોડી રાત સુધી ચાલી હતી.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

કુલદીપ યાદવના લગ્ન પ્રસંગે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ દેહરાદૂન પહોંચ્યા હતા. તેમણે નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવ અવારનવાર બાગેશ્વર ધામની મુલાકાત લેતો રહે છે. હવે આ કપલનું ભવ્ય રિસેપ્શન 17 માર્ચે લખનૌમાં યોજાશે.

Breaking News: એમએસ ધોનીનું આ છેલ્લું IPL હોઈ શકે! પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો દાવો

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">