AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખી દુનિયાની ઊંઘ ઊડી! આ કોઈ સામાન્ય ચેતવણી નથી… જો હોર્મુઝનો રસ્તો 8 અઠવાડિયા બંધ રહ્યો, તો તેલના ભાવમાં થશે ‘મહાવિસ્ફોટ’

દુનિયાના ખૂણે ખૂણે અત્યારે પશ્ચિમ એશિયાના તણાવની ચર્ચા છે પરંતુ ભારત માટે આ ચર્ચા માત્ર સમાચાર નથી પણ સીધી આર્થિક આફતની આહટ છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% તેલ બહારથી મંગાવે છે. હવે આનો અર્થ એ છે કે, જો દુનિયામાં તેલ મોંઘું થશે તો ભારતમાં બધું જ મોંઘું થશે, તેવી શક્યતા છે.

| Updated on: Mar 14, 2026 | 3:03 PM
Share
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવે વૈશ્વિક અર્થતંત્રની ઊંઘ ઉડાવી દીધી છે. જો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 'હોર્મુઝની સામુદ્રધુની' (Strait of Hormuz) નો રસ્તો બંધ થાય છે, તો દુનિયાએ એક ભયાનક ઊર્જા કટોકટીનો સામનો કરવો પડી શકે છે.

1 / 7
વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ 'નુવામા'ના તાજેતરના અહેવાલ મુજબ, જો આ માર્ગ 4 થી 8 અઠવાડિયા સુધી બંધ રહે છે, તો કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમત 150 ડોલર પ્રતિ બેરલના રેકોર્ડ સ્તરને સ્પર્શી શકે છે. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) વિશ્વનો સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ તેલ માર્ગ છે.

2 / 7
વૈશ્વિક તેલ પુરવઠાનો લગભગ 20% થી 25% હિસ્સો આ સાંકડા રસ્તા પરથી પસાર થાય છે. આંકડાઓ મુજબ, દરરોજ આશરે 2 કરોડ (20 million) બેરલ કાચું તેલ અહીંથી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત, વિશ્વનો મોટો જથ્થો લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પણ આ જ માર્ગેથી આવે છે. ટૂંકમાં, આ માર્ગમાં કોઈપણ પ્રકારનો અવરોધ એટલે વૈશ્વિક સપ્લાય ચેઈનનું સીધું તૂટવું.

3 / 7
નુવામાના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો તણાવ વધુ વધશે, તો આગામી એક થી બે મહિનામાં તેલની કિંમતો 110 થી 150 ડોલરની વચ્ચે પહોંચી શકે છે. જો કે, 150 ડોલરનું સ્તર 'ડિમાન્ડ ડિસ્ટ્રક્શન' (માંગમાં ઘટાડો) નું કારણ પણ બનશે, કારણ કે આટલું મોંઘું તેલ ખરીદવું ઘણા દેશોની અર્થવ્યવસ્થા માટે ક્ષમતા બહારની વાત હશે.

4 / 7
આનાથી માત્ર પરિવહન જ મોંઘું નહીં થાય પરંતુ વીજ ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધવાથી દરેક નાની-મોટી વસ્તુઓના ભાવ વધી જશે. સપ્લાયના આ ભારે દબાણને ઘટાડવા માટે દુનિયાભરના દેશો પોતાના 'સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ' (SPR) એટલે કે વ્યૂહાત્મક તેલ ભંડારમાંથી તેલ કાઢી શકે છે. અહેવાલ મુજબ, જો બજારમાં 30 થી 40 કરોડ બેરલ તેલ છોડવામાં આવે, તો કિંમતોમાં થોડા સમય માટે રાહત મળી શકે છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, આ માત્ર એક કામચલાઉ ઉકેલ છે.

5 / 7
ભવિષ્યમાં આ ભંડારોને ફરીથી ભરવા પડશે, જેના કારણે તેલની માંગ ફરી વધશે અને કિંમતો ઊંચા સ્તરે જળવાઈ રહેશે. ભારત પોતાની જરૂરિયાતનું 85% થી વધુ કાચું તેલ આયાત કરે છે. તેલની કિંમતોમાં 10 ડોલરનો પણ વધારો ભારતની ચાલુ ખાતાની ખાધ (CAD) અને ઘરેલું મોંઘવારીને સીધી રીતે અસર કરે છે. જો તેલ 150 ડોલર સુધી પહોંચે છે, તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે ઉછાળાની સાથે રૂપિયો પણ નબળો પડી શકે છે.

6 / 7
હાલમાં આખી દુનિયાની નજર પશ્ચિમ એશિયામાં બની રહેલી ઘટનાઓ પર ટકેલી છે. જો આ ગતિરોધ લાંબો ખેંચાશે, તો વૈશ્વિક બજારમાં આર્થિક સુસ્તી અને ઊંચી મોંઘવારીનો તબક્કો શરૂ થઈ શકે છે.

7 / 7

આ પણ વાંચો: આસામથી ગુજરાત સુધી તેલના કુવા છતાં તિજોરી કેમ ખાલી? શા માટે ભારત 85% તેલ વિદેશથી મંગાવે છે? જાણો આ પાછળનું રહસ્ય

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">