AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું પૃથ્વી પરથી ‘સોનું’ ખતમ થઈ જશે? જાણો ધરતીમાં હજુ કેટલો ખજાનો બાકી છે; રિપોર્ટમાં થયો અત્યાર સુધીનો સૌથી ‘મોટો ખુલાસો’

સદીઓથી સોનું દુનિયાની સૌથી સુરક્ષિત અને કિંમતી ધાતુ માનવામાં આવે છે પરંતુ વધતી જતી માંગ વચ્ચે અવારનવાર એક સવાલ પૂછવામાં આવે છે, શું પૃથ્વી પરથી સોનું ખતમ થઈ જશે? તાજેતરમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (World Gold Council) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલે આ સવાલનો ચોંકાવનારો જવાબ આપ્યો છે.

| Updated on: Mar 14, 2026 | 3:04 PM
Share
સદીઓથી સોનું વિશ્વની સૌથી કિંમતી ધાતુઓમાંથી એક માનવામાં આવે છે. વર્ષ 2025 માં માઇનિંગ (ખનન) દ્વારા કાઢવામાં આવેલા સોનાનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (World Gold Council) ના '2025 ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ' રિપોર્ટ અનુસાર, વિશ્વભરની માઇનિંગ કંપનીઓએ 3,672 ટન સોનાનું ઉત્પાદન કર્યું છે.

1 / 7
આ ગયા વર્ષની સરખામણીએ લગભગ 1 ટકા વધુ છે અને ઉપલબ્ધ આંકડાઓમાં અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે. જો કે, ભવિષ્યમાં વધુ ડેટા આવતા આમાં સુધારો થઈ શકે છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2026 માં પણ સોનાના ખનન ઉત્પાદનમાં નજીવો વધારો થવાની આશા છે, કારણ કે બે મોટી ખાણોમાં ફરીથી કામ શરૂ થવા જઈ રહ્યું છે.

2 / 7
એવામાં સવાલ એ છે કે, શું ભવિષ્યમાં સોનું ખતમ થઈ શકે છે? હવે આ પ્રશ્નના બે પાસાં (સોનાનો કુલ પુરવઠો (Supply) અને માઇનિંગ (ખનન) દ્વારા મળતું સોનું) છે. આ બંને કિસ્સામાં જવાબ એ છે કે, સોનું ખતમ થવાની શક્યતા ઘણી ઓછી છે.

3 / 7
પહેલું કારણ એ છે કે, દુનિયામાં સોનાનો પુરવઠો (Gold Supply) માત્ર ખાણો પર નિર્ભર નથી. સોનાનો પુરવઠો મુખ્ય બે સ્ત્રોતોમાંથી (ખનન (Mining) દ્વારા મળતું સોનું અને રિસાઇકલ (Gold Recycling) કરવામાં આવેલું સોનું) આવે છે. ભલે ખનન દ્વારા મળતા સોનાનું ઉત્પાદન ધીમે-ધીમે એક સ્થિર સ્તરે પહોંચી રહ્યું હોય પરંતુ રિસાઇકલ સોનું વિવિધ ક્ષેત્રોમાંથી બજારમાં સતત પાછું આવતું રહે છે.

4 / 7
અંદાજ મુજબ, જમીનની ઉપર અત્યાર સુધીમાં કુલ અંદાજે 2,19,891 ટન સોનું ઉપલબ્ધ છે. સોનું લગભગ ક્યારેય નષ્ટ ન પામનારી ધાતુ છે, તેથી તેનો મોટાભાગનો હિસ્સો બજારમાં ફરીથી આવી શકે છે. એવામાં જ્યારે સોનાની કિંમતો વધે છે, ત્યારે લોકો પોતાના આભૂષણો વેચવા લાગે છે અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ રિસાઇકલિંગ વધી જાય છે. ખનન ઉત્પાદનની તુલનામાં આ પ્રક્રિયા કિંમતો પ્રત્યે વધુ ઝડપથી પ્રતિક્રિયા આપે છે.

5 / 7
બીજું પાસું એ છે કે, ખાણોમાં પણ સોનું ખતમ થવાની શક્યતા ઓછી છે. Metals Focus ના અંદાજ મુજબ, વર્ષ 2025 ના અંત સુધીમાં વિશ્વમાં લગભગ 54,770 ટન સોનાનો અનામત જથ્થો (Reserve) ઉપલબ્ધ છે. બીજી તરફ, United States Geological Survey ના આંકડા અનુસાર, સોનાનો આ ભંડાર આશરે 64,000 ટન હોઈ શકે છે. આ ઉપરાંત, સોનાના સંસાધનો એટલે કે સંભવિત ભંડાર, જેનો અંદાજ ભૂસ્તરશાસ્ત્રીય (Geological) અભ્યાસ અને સેમ્પલિંગના આધારે લગાવવામાં આવે છે, તે લગભગ 1,32,110 ટન હોવાનું જણાવાયું છે.

6 / 7
ટેકનોલોજીમાં પ્રગતિ, સરસ જીઓ-લોજિકલ મોડેલિંગ અને જમીનના વધુ ઊંડા ભાગોમાં ખનન કરવાની ક્ષમતા વધવાથી નવા ભંડારો શોધવાની શક્યતા પણ વધી રહી છે. સૈદ્ધાંતિક રીતે, સોનું પૃથ્વીના પડની ઘણું નીચે અને સમુદ્રના તળિયે પણ હોઈ શકે છે.

7 / 7

Breaking News: 1 એપ્રિલ 2026 થી બદલાઈ જશે ટેક્સના આ 7 નિયમ, સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડશે?

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'

પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ

અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !

જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી

તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ

સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ

g clip-path="url(#clip0_868_265)">