AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા ગંભીર અને સૂર્યકુમાર, લીધા ગણેશજીના આશીર્વાદ

2026 ના T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી ભારતે વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી. આ વિજય બાદ ટીમ ઈન્ડિયાની ટ્રોફી સાથે ભક્તિ યાત્રા પણ શરૂ થઈ છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા અને ભગવાન ગણેશના દર્શન કરી ટીમની સફળતા માટે પ્રાર્થના કરી.

Breaking News: T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા ગંભીર અને સૂર્યકુમાર, લીધા ગણેશજીના આશીર્વાદ
T20 World Cup trophyImage Credit source: X
| Updated on: Mar 14, 2026 | 7:40 PM
Share

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ દેશભરમાં ઉજવણીના માહોલમાં છે. આ ઐતિહાસિક વિજય પછી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતા. બંનેએ વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભગવાન ગણેશના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

સિદ્ધિવિનાયક મંદિરમાં T20 વર્લ્ડ કપ ટ્રોફી

મંદિરમાં ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવે ખૂબ જ શ્રદ્ધાભાવે પ્રાર્થના કરી હતી. તેઓ ટ્રોફીને ભગવાન ગણેશ સમક્ષ રાખીને પ્રણામ કરતા પણ જોવા મળ્યા હતા. મંદિરમાં હાજર ભક્તો અને ક્રિકેટ ચાહકો માટે આ દૃશ્ય ખૂબ જ ખાસ બની ગયું હતું. ટીમ ઈન્ડિયાની જીત પછી ટ્રોફી સાથે મંદિર પહોંચવાનું દૃશ્ય સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થયું હતું.

સતત બે વખત T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન

ઉલ્લેખનીય છે કે 8 માર્ચે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનના રેકોર્ડ માર્જિનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે સતત બીજી વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી છે. વિશ્વ ક્રિકેટમાં સતત બે વખત આ ખિતાબ જીતનાર ભારત પહેલો દેશ બન્યો છે.

વર્લ્ડ કપમાં ભારતનો દબદબો

ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર અને સંતુલિત પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ A માં ભારત ટોપના સ્થાને રહ્યું હતું અને શરૂઆતથી જ ટીમે મજબૂત રમત બતાવી હતી. ટીમના બેટ્સમેન અને બોલર્સ બંનેએ મહત્વપૂર્ણ સમયે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી હતી.

માત્ર એક મેચ હારી ટીમ ઈન્ડિયા

સુપર 8 રાઉન્ડમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામે દમદાર જીત મેળવી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું હતું. જોકે દક્ષિણ આફ્રિકા સામેના એક મુકાબલામાં ટીમ ઈન્ડિયાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમ પર થોડો દબાણ પણ આવ્યો હતો.

ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટ્રોફી જીતી

આ મેચ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે જણાવ્યું હતું કે તે મેચમાં અક્ષર પટેલને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય યોગ્ય નહોતો. જોકે ટીમે તે પરાજયમાંથી પાઠ શીખીને જોરદાર વાપસી કરી અને અંતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી. હવે ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતનો ઉત્સવ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે.

Breaking News: KKRએ RCBની ઉડાવી મજાક, IPL શરૂ થાય તે પહેલા જ ટક્કર શરુ

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">