AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટ્રમ્પનો સૌથી ખતરનાક પ્લાન લીક! ઈરાનને દુનિયાના નકશામાંથી ભૂંસી નાખવાની તૈયારી? હોર્મુઝ ખોલવા માટે કેમ માંગી દુનિયાના દેશોની મદદ?

"સ્ટ્રેટ ઓફ હોર્મુઝ" પર ઈરાનના કબજા બાદ અમેરિકા હવે આરપારના મૂડમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોને પોતાના યુદ્ધજહાજો મેદાનમાં ઉતારવા આદેશાત્મક વિનંતી કરી છે.

Breaking News: ટ્રમ્પનો સૌથી ખતરનાક પ્લાન લીક! ઈરાનને દુનિયાના નકશામાંથી ભૂંસી નાખવાની તૈયારી? હોર્મુઝ ખોલવા માટે કેમ માંગી દુનિયાના દેશોની મદદ?
Image Credit source: TV9 Network
| Updated on: Mar 14, 2026 | 10:04 PM
Share

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 15મા દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. વિશ્વના તેલ પુરવઠા માટે કરોડરજ્જુ સમાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને ખોલવા માટે ટ્રમ્પે હવે મિત્ર અને દુશ્મન તમામ દેશોને સાથ આપવા હાકલ કરી છે.

ચીન અને રશિયાને પણ મેદાનમાં આવવા આમંત્રણ

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, “ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશો જેઓ ઈરાનના આ કૃત્રિમ પ્રતિબંધથી પ્રભાવિત થયા છે, તેઓએ હોર્મુઝની સુરક્ષા માટે પોતાના યુદ્ધજહાજો મોકલવા જોઈએ.” ટ્રમ્પનું માનવું છે કે આ માત્ર અમેરિકાની નહીં પરંતુ સમગ્ર વિશ્વની લડાઈ છે.

ઈરાનને ધૂળ ચટાડવાની કસમ

ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાનની સૈન્ય ક્ષમતાને 100% નષ્ટ કરી દીધી છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે પરાજિત થયેલું ઈરાન હજુ પણ આ જળમાર્ગમાં ડ્રોન કે મિસાઈલ છોડીને ખલેલ પહોંચાડી શકે છે. ટ્રમ્પે કસમ ખાધી છે કે, “અમે કોઈપણ ભોગે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખુલ્લું અને સુરક્ષિત કરીશું. જો જરૂર પડશે તો અમે ઈરાનના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં ભીષણ બોમ્બમારો કરીશું અને તેમની તમામ નૌકાઓને સમુદ્રમાં ડુબાડી દઈશું.”

શા માટે હોર્મુઝ મહત્વનું છે?

વિશ્વના કુલ તેલ પરિવહનનો મોટો હિસ્સો આ સાંકડી સમુદ્રધુની (Strait) માંથી પસાર થાય છે. જો ઈરાન આ રસ્તો બંધ રાખે છે, તો વિશ્વભરમાં તેલના ભાવો આસમાને પહોંચી શકે છે અને આર્થિક મંદી આવી શકે છે. ટ્રમ્પની આ ‘અત્યંત બળપ્રયોગ’ (Extreme Force) ની ચેતવણી સૂચવે છે કે આગામી કલાકોમાં સમુદ્રમાં મોટું સૈન્ય ઓપરેશન શરૂ થઈ શકે છે.

Breaking News: મિડલ ઈસ્ટમાં વિસ્ફોટક સ્થિતિ! બગદાદમાં અમેરિકી દૂતાવાસના હેલિપેડ પર મિસાઈલ પ્રહાર

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">