યુદ્ધની સ્થિતિને લઈને દેશમાં રાંધણ ગેસની અછત વર્તાવાની શરૂ થઈ છે. ત્યાર યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ 5 હજાર જેટલા ભક્તો બંને ટાઈમ નિશુલ્ક જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. તો હાલ પુરતો તો ગેસનો જથ્થો હોવાથી ગેસ પર રસોઈ કરવામાં આવે છે પરંતુ આગામી સમયમાં ગેસની વધુ અછત સર્જાશે તો ચુલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિશુલ્ક જમાડવામાં આવશે. જોકે કોમર્શિયલ ગેસ આપવાનું બંધ કરાતાં અંબાજીની 30થી 40 જેટલી હોટલો ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે. અને જો કોમર્સીયલ ગેસ નહીં મળે તો આ તમામ રેસ્ટોરંટો ને હોટલો બંધ કરવાની ફરજ પડશે જોકે આ ગેસ મામલે ગેસ એજન્સીના માલીકે ખુલાસો કરતાં જણાવ્યુ હતુ કે જે રીતે સોશિયલ મીડિયામાં ગેસની જેટલી અછત બતાવવામાં આવી રહી છે. તે તદ્દન ખોટી છે.હાલમાં પુરતો સ્ટોક છે.અને તમામને સમયસર ગેસ પુરો પાડવામાં આવી રહ્યો છે.દરેક ઘરમાં ગેસની અછત ન સર્જાય તે માટે માત્ર કોમર્શિયલ ગેસ પર કાપ મુકવામાં આવ્યો છે જોકે આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટરે પણ જિલ્લામાં ત્રણ કંપનીની 37 જેટલી ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજી .ગેસની તકલીફ ન પડે અને સાથે ગેસ ન સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે