AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા રહેશે યથાવત્-Video

યાત્રાધામ અંબાજીમાં ગેસની અછત વચ્ચે પણ યાત્રિકોને આપવામાં આવતુ બે ટાઈમ નિ:શુલ્ક ભોજન યથાવત રહેશે. ગેસની અછતની યાત્રિકોના ભોજન પર કોઈ અસર નહીં થાય. હાલ ગેસનો પુરતો સ્ટોક છે અને જો સ્ટોક ખૂટી જશે તો લાકડા પર રસોઈ કરીને પણ યાત્રિકોને ભોજન આપવામાં આવશે તેમ મંદિર પ્રશાસન દ્વારા જણાવાયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2026 | 2:47 PM
Share

અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં તેલની અને ગેસની કટોકટી સર્જાઈ છે. જેની અસર હવે ભારત પર પણ પડવાની શરૂ થઈ ગઈ છે. દેશમાં હાલ તો પૂરવઠો જાળવી રાખવા અને ડોમેસ્ટિક ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે કોમર્શિયલ ગેસ પર કાપ મુક્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં હાલ તો ગેસની કોઈ અછત જણાતી નથી. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ 5 હજાર જેટલા ભક્તો બંને ટાઈમ નિશુલ્ક જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ તો ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગેસ પર જ રસોઈ કરવામાં આવે છે પરંતુ આગામી સમયમાં ગેસની વધુ અછત સર્જાશે તો ચુલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિ:શુલ્ક જમાડવામાં આવશે.

જો કે કોમર્શિયલ ગેસ આપવાનું બંધ કરાતા અંબાજીમાં 30 થી 40 હોટેલો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. જો કોમર્શિયલ ગેસ નહીં મળે તો તમામ રેસ્ટોરન્ટ્સ અને હોટેલો બંધ કરવાની ફરજ પડશે.

આ અંગે ગેસ એજન્સીના માલિકે જણાવ્યુ કે જે રીતે સોશિયલ મીડિયામાં ગેસની જેટલી અછત બતાવવામાં આવી રહી છે. તે તદ્દન ખોટી છે. હાલમાં પુરતો સ્ટોક છે અને તમામને સમયસર ગેસ પુરો પાડવામાં આવી રહ્યો છે. દરેક ઘરમાં ગેસની અછત ન સર્જાય તે માટે માત્ર કોમર્શિયલ ગેસ પર કાપ મુકવામાં આવ્યો છે. જોકે આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટરે પણ જિલ્લામાં ત્રણ કંપનીની 37 જેટલી ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજી. ગેસની તકલીફ ન પડે અને સાથે ગેસ ન સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Breaking News: ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની જાણકારી આપનારને અમેરિકા આપશે 10 કરોડ ડૉલરનું ઈનામ, ટ્રમ્પની નવી ચાલ

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">