મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિના કારણે તેલ અને ગેસ સપ્લાય ખોરવાયો છે.જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં લોકોને ઘરેલુ ગેસ મળશે કે નહીં તેને લઈને ગભરાટ ફેલાયો છે.પરંતુ બીજી તરફ સરકાર દાવો કરી રહી છે કે દેશ સહિત રાજ્યમાં ઘરેલુ ગેસની કોઈ અછત નથીં,પરંતુ બનાસકાંઠા સહિત રાજ્યમાં ગેસ એજન્સી બહાર સિલિન્ડર લેવા લાંબી લાંબી કતારમાં ઉભેલા જોવા મળે છે.તેઓનો દાવો છેકે સિલિન્ડર તો મળતો નથી પરંતુ હવે લાકડા પણ મળવાના બંધ થઈ ગયા છે.તો રસોઈ સેના પર કરવી તે સવાલ તેઓને સતાવી રહ્યો છે. બીજી તરફ સિલિન્ડર મળવામાં હાલાકી થતા લોકો લાકડાનો સહારો લઈ ચૂલા પર રસોઈ કરી રહ્યા છે. પરંતુ લાટીના માલિકનું કહેવું છે કે હવે તો લાકડાની માગ અચાનક વધી જતા લાકડા પણ ખૂંટી પડે તેવી સ્થિતિ બનાસકાંઠામાં સર્જાઈ છે.