AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીમાં અમૃત સમાન છે ‘કાચી કેરી’… ફાયદા તો જુઓ, શરીરની ઘણી બીમારીઓને મૂળમાંથી કાઢી નાખશે

ખાટા અને ચટપટા સ્વાદથી ભરપૂર કાચી કેરી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકોનું માનવું છે કે, ઉનાળામાં તેનું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે પરંતુ જો કાચી કેરીનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડી શકે છે.

| Updated on: Mar 14, 2026 | 4:47 PM
Share
ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ બજારમાં કાચી કેરી મળવાની શરૂઆત થઈ ગઈ છે. સ્વાદમાં ખાટી અને ચટપટી કાચી કેરીનો ઉપયોગ ચટણીથી લઈને અથાણાં બનાવવા સુધી કરવામાં આવે છે. કાચી કેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન C, ફાઈબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે. એવામાં જો કાચી કેરીનું સેવન મર્યાદિત માત્રામાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડી શકે છે.

1 / 6
કાચી કેરી શરીરમાં પાણીની અછત પૂરી કરવામાં અને ધોમધખતા તડકાથી બચાવવામાં ખૂબ જ મદદરૂપ છે. કાચી કેરીનું પન્નું પીવાથી શરીરને ઠંડક મળે છે અને 'લૂ' લાગવાનું જોખમ ઘટી જાય છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખે છે.

2 / 6
જો તમને પેટને લગતી સમસ્યાઓ હોય, તો કાચી કેરી તમારા માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા ફાઈબર પાચન ક્રિયાને સુધારે છે, જેનાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. તે પિત્તના સ્ત્રાવને વધારે છે, જેનાથી ખોરાક સરળતાથી પચે છે.

3 / 6
કાચી કેરી વિટામિન C નો એક ઉત્તમ સ્ત્રોત છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારે છે, જેનાથી તમે મોસમી બીમારીઓ અને ચેપથી બચી શકો છો. તેમાં વિટામિન A પણ હોય છે, જે આંખો અને ત્વચા માટે સારું છે.

4 / 6
પાકી કેરીની સરખામણીમાં કાચી કેરીમાં શર્કરા (Sugar) અને કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તે મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, જેનાથી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. તે લિવરને સાફ કરવામાં મદદ કરે છે અને લિવર સંબંધિત બીમારીઓને દૂર રાખે છે. તેને ચાવીને ખાવાથી પેઢામાંથી લોહી આવવું અને શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ પણ ઓછી થાય છે.

5 / 6
કાચી કેરીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. ખૂબ વધારે પ્રમાણમાં ખાટી કેરી ખાવાથી ગળામાં ખરાશ અથવા પેટમાં દુખાવો થઈ શકે છે. તેને હંમેશા થોડા મીઠા (નમક) કે ગોળ સાથે ખાવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

6 / 6
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો.

આ પણ વાંચો: શું તમે પણ વજન ઘટાડવા માંગો છો? તો દહીં ખાવાની આ રીત જાણી લો!

Follow Us
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ

જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો

કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું

ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી

'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું

ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી

સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત

સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ

છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">