વાવમાં જામ્યો ચૂંટણી જંગ, છેલ્લી ઘડીએ વિકાસને બદલે જાતિગત સમીકરણોના આધારે પ્રચાર
વાવમાં વટ પાડવા હવે રાજકીય પક્ષો જ્ઞાતિ-જાતિના રાજકારણનો સહારો લઇ રહ્યા છે. રાજપૂત સમાજના અપમાનની વાત હોય, કે પછી ચૌધરી સમાજને ટિકિટ ન આપવાનો મુદ્દો કોંગ્રેસ ભાજપને સાણસામાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો ભાજપ પણ વળતો પ્રહાર કરીને કોંગ્રેસને લડત આપી રહ્યું છે.
વાવ પેટાચૂંટણી પર હાલ સૌ કોઈની નજર છે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર યુદ્ધ પણ તેની ચરમસીમાએ જોવા મળી રહ્યું છે. બંન્ને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે છેલ્લી ઘડીએ વિકાસને બદલે જાતિગત સમીકરણોના આધારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
કહેવામાં તો માત્ર એક જ બેઠક પર પેટાચૂંટણી છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વાવનો જંગ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રસે માટે બેઠક બચાવવાનો પડકાર છે, તો ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, તો માવજી પટેલ પણ બંને મુખ્ય પક્ષોની મુશ્કેલી વધારી શકે છે.