‘ભરોસાની ભેંસે પાડો જણ્યો’- આ કહેવતને ખોટી પાડે છે બનાસકાંઠાના લક્ષ્મીપુરા ગામના ખેડૂતનો આ પાડો, કરોડોમાં બોલાય છે બોલી

સામાન્ય રીતે ભેંસ જ્યારે બચ્ચાને જન્મ આપે અને તે પાડુ નીકળે ત્યારે એને મહાજન પાંજરાપોળ અથવા તો ગૌશાળામાં મોકલી દેવાતો હોય છે, પરંતુ વડગામ તાલુકાના ધોતા લક્ષ્મીપુરા ગામના ખેડૂતે ભેંસના બચ્ચાનો એવી રીતે ઉછેર કર્યો કે તેની કિંમત આજે સવા (1.25) કરોડ થઈ ગઈ અને દેશમાં બીજા નંબર અને ગુજરાતમાં આ પાડાનો પ્રથમ નંબર આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2024 | 7:42 PM

બનાસકાંઠા જિલ્લો પશુપાલન અને ખેતી આધારિત જીલ્લો છે, અનેક લોકો પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે અને પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે ત્યારે વડગામ તાલુકાના ધોતા ગામમાં એક પશુપાલકે પોતાના ખેતરમાં એક મુરા નસલનો નાગરાજ નામના પાડાનો ઉછેર કર્યો. આજે તે સાડા ચાર વર્ષનો થયો. પાડો નાનો હતો, ત્યારથી તેને બે ટાઇમ સ્નાન કરાવવાનું અને તેલની માલીશ કરી પોષ્ટીક ખોરાક આપવાનું ચાલુ કર્યું હતું. દિવસમાં અત્યારે 15 કિલો પશુ દાણ, તેલ અને ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે. હાલ તેનું વજન એક હજાર કિલોથી વધુ છે. થોડા સમય પહેલા આ પાડાને પુષ્કરના મેળામાં લઇ જવાયો હતો, જ્યાં તેનો બીજો નંબર આવ્યો અને ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો. દેશભરમાંથી પુષ્કરમાં 15થી 16 જેટલા પાડા આવ્યા હતા. આ પાડાની સવા કરોડ બોલી બોલાઇ હતી. પરંતુ પશુ માલિક તેને વેચવા નહીં પરંતુ માત્ર સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા અને અન્ય પાડાઓની બ્રિડ જોવા ગયા હતા.

આપને કહી દઇએ કે આસપાસના ગામ લોકો ઠીક, આસપાસના જિલ્લાના લોકો પણ આ પાડાને જોવા આવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પશુપાલક દિલીપભાઈએ પાડાને ઉછેરવામાં ખૂબ જ મહેનત કરી છે. અને આ પાડાએ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં જે નામ રોશન કર્યું છે તેનો સૌને ગર્વ છે. બીજી વાત એ પણ કે આ પાડો એકદમ શાંત સ્વભાવનો છે. ઘણીવાર પશુઓથી લોકોને ડર લાગતો હોય છે, પરંતુ આ પાડાને જોઈને કોઈ ગભરાતું નથી. તેની સાથે લોકો સેલ્ફી પણ લે છે અને ફોટા પણ પાડે છે.

Input Credit- Atul Trivedi- Banaskantha

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">